- હાઈકોર્ટની કામગીરીમાં નવો બદલાવ લાવવાનો પ્રયત્ન
- પેન્ડિંગ પડી રહેલી કન્ટેમ્પ્ટની અરજીઓને બોર્ડ પર લાવવામાં આવશે
- અગાઉ કોર્ટે આદેશ કર્યો હોવા છતાં તેની અમલવારી ન થઇ
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ (gujarat high court)ના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે (chief justice arvind kumar) મહત્ત્વપૂર્ણ આદેશ કર્યો છે અને હાઈકોર્ટની કામગીરીમાં એક નવો બદલાવ લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે હાઇકોર્ટના સ્ટાફને જણાવી દીધું છે કે, લાંબા સમયથી પેન્ડિંગ પડી રહેલી કન્ટેમ્પ્ટ (application of contempt)ની અરજીઓને બોર્ડ પર લાવવામાં આવે. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અગાઉ કોર્ટે આદેશ કર્યો હોવા છતાં તેની અમલવારી ન થઇ હોય તો તેની સામે પગલાં લઇ શકાય.
હાઈકોર્ટનો આ એક નવતર પ્રયોગ છે
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન (gujarat high court advocates association)ના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, હાઈકોર્ટનો આ એક નવતર પ્રયોગ છે જેને અમે આવકારીએ છીએ. આ નિર્ણયથી એવા લોકો કે જેમને અગાઉ કોર્ટે આદેશ કરી ન્યાય આપવા હુકમ (Order to give justice) કર્યો હોય, પરંતુ તેની અમલવારી ન થઇ હોય તેવા અરજદારોને કન્ટેમ્પ્ટ અરજીઓની સુનાવણી થતા ન્યાય મળશે. વકીલોના અરજદારોને ન્યાય મળતા તેમની માટે પણ સારા સમાચાર છે.