- વેપારીએ ભુસાવાળું ફર્નિચર પધરાવી દેતા ગ્રાહક કોર્ટે વેપારીને કર્યો દંડ
- એક વર્ષમાં આવ્યો ચુકાદો
- કોર્ટે ઘસારાની 25 ટકા રકમ બાદ કરતાં બાકીની રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો
અમદાવાદ: એન્ટેક ઇલેક્ટ્રોનિક પાસેથી મહેન્દ્રભાઈ મહેડિયાએ 1 મે 2017ના રોજ રૂપિયા 2 લાખ 78 હજાર 690નું ફર્નિચર ખરીધ્યું હતું. વેપારીએ ફર્નિચર માત્ર સાગના ટકાઉ લાકડામાંથી બનાવવામાં આવ્યું હોવાનું કહેતા ટૂંક સમયમાં જ ફર્નિચર બગડી ગયું હતું. આમ સાગનું ફર્નિચર કહી ભુસાવાળું ફર્નિચર પધરાવી દેતા ગ્રાહક કોર્ટે વેપારીને મૂળ રકમમાંથી 25 ટકાનો ઘસારો કાપી બાકીના 8 ટકા વ્યાજ સાથે પૈસા ચૂકવવા હુકમ કર્યો છે.
શું છે સમગ્ર મામલો?
ગ્રાહકે 1 મે 2017ના રોજ એન્ટેક ઇલેક્ટ્રોનિકસ ખાતેથી 2 લાખ 78 હજાર 690 રૂપિયા આપી ફર્નિચર ખરીધ્યું હતુ. એ સમયે વેપારીએ જણાવ્યું કે, ફર્નિચર સાગના લાકડામાંથી બનેલું હોવાથી ફરિયાદીએ વારંવાર વેપારીને ફર્નિચર પાછું લેવા અને પૈસા પાછા કરવા રાજુવાત કરી હતી. પરંતુ વેપારીએ સામે 30 ટકા રકમ કાપી લેવા જણાવ્યુ હતું. આ સામે ફર્નિચરમાં પાવડર નીકળતા ગ્રાહકને અનુભવ થયો કે, તેમણે જે મુજબ ફર્નિચરના પૈસા ચૂકવ્યા તે મુજબ ન થતા ફરીવાર રાજુવાત કરી હતી. પણ વેપારીએ અવગણના કરતા તેમણે ગ્રાહક કોર્ટની શરણ લીધી.