- 504 ફૂટમાં ઉમિયાજીના મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ
- શોભાયાત્રા અને વ્યસન મુક્તિ બાઈક રેલીનું આયોજન પણ કરાયું
- 31,000 દીવાઓનો ઝગમગતો દીપોત્સવ યોજાશે
અમદાવાદઃ ઉમિયાજીના મંદિરનું વિશ્વનાં(The tallest temple in the world) સૌથી ઊંચા ભવ્યાતિભવ્ય મંદિરનું મહાભૂમિપૂજન(Mahabhumi Pujan of the temple) 4થી માર્ચ 2019 અને શિલાન્યાસ(Foundation stone) 29 ફેબ્રુઆરી 2020ના રોજ કરાયો હતો. હવે વિશ્વઉમિયાધામ નિર્માણ કાર્યના શુભપ્રસંગે શ્રી શતચંડી મહાયજ્ઞનું આયોજન(Planning of Mahayagna) કરાયું છે. જેમાં પાટીદાર સહિત તમામ સમાજના 100થી વધુ યજમાન પરિવારો મહાયજ્ઞનો લાભ લેશે. શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ સવારે 8.30 કલાકે થશે અને પૂર્ણાહુતિ સાંજે 5 કલાકે થશે.
31,000 દીવાઓનો ઝગમગતો દીપોત્સવ યોજાશે
જાસપુર ખાતે નિર્માણાધીન જગત જનની માં ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરની આકૃતિના આકારમાં 31,000 દીવાઓ પ્રગટાવી ગુજરાતના સૌથી મોટા દીપોત્સવની ઉજવણી કરાશે. વિશેષરૂપે દીપોત્સવમાં 300થી વધુ વિશ્વ ઉમિયાધામની ઉમાસેવિકા બહેનો દિવાઓ પ્રગટાવશે.
ભવ્યાતિભવ્ય શોભાયાત્રા