- વીજ દરમાં ઘટાડાના કોંગ્રેસે લોલીપોપ ગણાવ્યો
- સરકાર પ્રજાને ઉલ્લુ બનાવી રહી છેઃ કોંગ્રેસ
- મોંઘવારીનો સીધો માર સામાન્ય નાગરિકોને સહન કરવાનો આવશે
અમદાવાદઃઊર્જાપ્રધાન સૌરભ પટેલે વીજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. તેના લીધે ઉદ્યોગોને ઘણી રાહત મળશે. ઉદ્યોગ માટે પ્રતિ યુનિટ 19 પૈસાનો વીજદર ઘટાડવામાં આવ્યો છે. તેના લીધે સિરામિક ઉદ્યોગને નોંધપાત્ર પ્રમાણમાં ફાયદો થશે. આ ઉપરાંત મોટાપાયા પર વીજ ખપત ધરાવતા ઉદ્યોગોને પણ સરકારના આ પગલાના લીધે ફાયદો થશે. સરકારે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરીને ઉદ્યોગોને આ ફાયદો પૂરો પાડ્યો છે. સરકારના નિર્ણયના લીધે એક કરોડ ગ્રાહકોને ફાયદો થશે. આ ભાવ ઘટાડો ત્રણ મહિના માટે કરવામાં આવ્યો છે.
વીજ દરમાં ઘટાડો માત્ર સરકારનો એક લોલીપોપ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ સરકારના નિર્ણયથી એક કરોડ ગ્રાહકોને ફાયદો થશે તેવી આપ્યો લોલીપોપઃ કોંગ્રેસ
તેની સામે ઓકટોબર-2020થી ડિસેમ્બર-2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા 1.81ના દરે વસૂલવાનો થાય છે. આમ ગત ત્રિમાસિક ગાળા કરતા આ ત્રિમાસિક ગાળામાં ફ્યુઅલ સરચાર્જના પ્રતિ યુનિટમાં 19 પૈસાનો ઘટાડો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તા કોલસાની ઉપલબ્ધતા તેમજ સસ્તા ગેસની ઉપલબ્ધતાના કારણે થયો છે. આ ઘટાડાના કારણે વીજ ગ્રાહકોને રૂપિયા 356 કરોડની રાહત મળશે
કેવી રીતે લેવામાં આવી રહ્યો છે વીજ બિલ ચાર્જ
વીજ વપરાશ કરતા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે. આ ફ્યુઅલ સરચાર્જની વસુલાત નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે. પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે જુલાઇ-2020થી સપ્ટેમ્બર-2020ના ત્રિમાસિક ગાળા દરમ્યાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓ ફ્યુઅલ સર ચાર્જની વસુલાત પ્રતિ યુનિટ રૂ 2.00 પૈસા લેખે વસૂલાતી હતી.