ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસના મહિલા હોદ્દેદાર સોનલ પટેલ પર પક્ષ વિરુદ્ધની કાર્યવાહીનો આક્ષેપ, હોદ્દા પરથી કરાયા સસ્પેન્ડ

કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યા છે, ત્યારે અમદાવાદના ઇન્ડિયા કોલોની વિસ્તારના કાર્યકર્તા સોનલ પટેલ ઉપર પક્ષ વિરુદ્ધ કાર્ય કરવાના આક્ષેપ લાગ્યા છે. જેને લઇને તેમને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં છે.

કોંગ્રેસના મહિલા હોદ્દેદાર સોનલ પટેલ પર પક્ષ વિરુદ્ધની કાર્યવાહીનો આક્ષેપ
કોંગ્રેસના મહિલા હોદ્દેદાર સોનલ પટેલ પર પક્ષ વિરુદ્ધની કાર્યવાહીનો આક્ષેપ

By

Published : Feb 9, 2021, 9:29 PM IST

  • કોંગ્રેસમાં આંતરિક વિખવાદ
  • કાર્યકર્તા સોનલ પટેલને કરાયાં સસ્પેન્ડ
  • પક્ષ વિરુદ્ધ કામગીરી કરતા હોવાનો આક્ષેપ
    કોંગ્રેસના મહિલા હોદ્દેદાર સોનલ પટેલ પર પક્ષ વિરુદ્ધની કાર્યવાહીનો આક્ષેપ

અમદાવાદઃ શહેરના ઇન્ડિયા કોલોની વિસ્તારમાં રહેનારા કોંગ્રેસ કાર્યકર્તા સોનલ પટેલ પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામગીરી કરવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. તેમણે લાખો રૂપિયા લઇને પક્ષમાં ટિકિટ અપાતી હોવાના આક્ષેપ કર્યા હતા, પરંતુ જે-તે આક્ષેપને ધ્યાનમાં રાખીને મહિલા અધિકારી ગાયત્રી બા વાઘેલા દ્વારા સોનલ પટેલને એક પત્ર લખીને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે.

સોનલ પટેલનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો

ETV BHARAT દ્વારા સોનલ પટેલનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના દ્વારા કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવી રહ્યો નથી. હવે જોવાનું એ છે કે સોનલ પટેલ પર લાગેલા આક્ષેપો સાચા છે કે ખોટા.

ABOUT THE AUTHOR

...view details