ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા, કહ્યું-અમે હાર્યા છીએ, તો પણ સંધર્ષ કરતા રહીશું - અમિત ચાવડા

6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. તો સામે કોંગ્રેસનો ખૂબ જ નબળો દેખાવ રહ્યો છે. 6 મનપામાં કિલ 576 બેઠકોમાંથી કોંગ્રેસ માત્ર 46 બેઠક પર વિજયી થઈ છે. કોંગ્રેસની હારનો સ્વીકાર કરતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે અમે હજી સંઘર્ષ કરીશું.

હાર અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા
હાર અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા

By

Published : Feb 23, 2021, 10:50 PM IST

  • પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વીડિયો રિલીઝ કરીને પ્રતિક્રિયા આપી
  • કોંગ્રેસની હારનો સ્વીકાર કર્યો
  • હજુ વધુ મહેનત કરીશું
    હાર અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા

અમદાવાદઃ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ 6 મનપાની ચૂંટણીના પરિણામો પછી પ્રતિક્રિયા આપતો વીડિયો રિલીઝ કર્યો હતો અને કહ્યું હતું કે, અમે હારનો સ્વીકાર કરીએ છીંએ. કોંગ્રેસના કાર્યકરોએ ખૂબ મહેનત કરી છે, પણ અમે હાર્યા છીંએ. કયાં કચાશ રહી છે, તેનું ચિંતન કરીશું, શીખ લઈશું અને ફરીથી સંઘર્ષ કરીશું.

અન્યાય સાથે અમે લડત આપીશું

અમિતા ચાવડાએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યાં પણ અન્યાય થતો હશે ત્યાં કોંગ્રેસ ચોક્કસ પર લડત કરશે અને હવે અમે નવી શીખ લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટણી પ્રચાર કરીશું અને નવી દિશા ખોલીશું.

ABOUT THE AUTHOR

...view details