ગુજરાત

gujarat

ETV Bharat / city

પેટા ચૂંટણીઃ ‘ગુજરાતના મતદારો સાથે વિશ્વાસઘાત’ સૂત્ર સાથે કોંગ્રેસનો પ્રચાર શરૂ - પેટાચૂંટણી 2020

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પેટા ચૂંટણીમાં જીત મેળવવા માટે તમામ પાર્ટીઓએ કમર કસી છે. મતદારોને રિઝવવા માટે તમામ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ તરફથી ‘વિશ્વાસઘાત’ નામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Amit Chavda
Amit Chavda

By

Published : Oct 21, 2020, 9:18 PM IST

  • ગુજરાતના ‘મતદારો સાથે વિશ્વાસઘાત’ કોંગ્રેસનું સૂત્ર
  • ત્રણ સ્લોગન હેડ હેઠળ ભાજપ સામે પ્રહાર
  • ચૂંટણી અભિયાનમાં વિશ્વાસઘાત પર ભાર મૂકતાં અનેક સૂત્રો બનાવ્યાં

    અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસે આ વખતે ચૂંટણી અભિયાનમાં વિશ્વાસઘાત પર ભાર મૂકતાં અનેક સૂત્રો બનાવીને ભાજપને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાત કોંગ્રેસે "ગુજરાત નહીં સાંખે વિશ્વાસઘાત” ગુજરાતીઓની એક જ વાત વિશ્વાસઘાતીઓને આપશે માત” અને “ગુજરાતના મતદારો સાથે વિશ્વાસઘાત” જેવા સૂત્રો આપીને ભાજપ પર પ્રહાર કર્યાં છે.
    ગુજરાત કોંગ્રેસ તરફથી ‘વિશ્વાસઘાત’ નામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે
  • કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, મતદારોના વિશ્વાસ સાથે વિશ્વાસઘાત થયો છે. ગદ્દારોને જનતા જવાબ આપશે. ભાજપે રૂપિયા આપીને ધારાસભ્યોને ખરીદી લીધા છે. ભાજપે ભરતી પ્રક્રિયામાં યુવાનોની મજાક ઉડાવી છે. ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. આથી ગુજરાતની તમામ 8 બેઠકો પર કોંગ્રેસનો વિજય થશે. પેટાચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી બચ્યાં છે, ભાજપે રૂપિયા આપીને ધારાસભ્યોને ખરીદ્યાં છે. ગુજરાત નહીં સાંખે વિશ્વાસઘાત અભિયાન. ગુજરાતની તમામ 8 બેઠકો પર કોંગ્રેસનો વિજય થશે. તમામ મુદ્દે ભાજપની સરકાર નિષ્ફળ નીવડી છે. ભાજપે ભરતી પ્રક્રિયામાં યુવાનોની મજાક ઉડાવી છે. સરકારે ગુજરાતના ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે.
    પેટાચૂંટણીમાં હવે બરાબરનો ચૂંટણીનો રંગ જામ્યો છે

કોંગ્રેસનું ચૂંટણી પ્રચાર માટેનું નવું અભિયાન

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ સીટોને લઈને યોજાવા જઈ રહેલી પેટાચૂંટણીમાં હવે બરાબરનો ચૂંટણીનો રંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસમાં નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પેટાચૂંટણીમાં નવું ચૂંટણી કેમ્પેઈન શરૂ કર્યું છે. ગુજરાતનું નવું ચૂંટણી કેમ્પેઈન વિશ્વાસઘાત નામથી શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસે કેમપેઇનમાં હવે ગુજરાત નહીં સાંખે વિશ્વાસઘાત, ગુજરાતીઓની એક જ વાત વિશ્વાસઘાતીઓને આપશે માત, સૂત્ર લખવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસે નવું ચૂંટણી કેમ્પેઇન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ચાલુ કર્યું છે. કોંગ્રેસના બાગી ઉમેદવારો સામે કોંગ્રેસ વધુ એક લડાઈ ઓનલાઇન લડશે.

  • ગુજરાતના 6.5 કરોડ નાગરિકોના મનમાં એક જ સવાલ છે કે, પેટાચૂંટણી કેમ આવી? - કોંગ્રેસ

    ભ્રષ્ટાચારથી ભેગા કરેલા રૂપિયાથી ભાજપે ધારાસભ્યોને ખરીદ્યા છે અને લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. ત્યારે આજથી કોંગ્રેસ ચૂંટણી પ્રચાર શરૂ કરશે. અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહિતના નેતાઓએ ચૂંટણી પ્રચાર માટે નીકળશે. બીજી બાજુ ભાજપના સ્ટાર પ્રચારકો પણ આવતી કાલે ગુરુવારથી પ્રચાર હાથ ધરવાના છે.
    ચૂંટણી અભિયાનમાં વિશ્વાસઘાત પર ભાર મૂકતાં અનેક સૂત્રો બનાવ્યાં
  • પક્ષપલટુ નેતાઓ પર સાધ્યું નિશાનઃ કોંગ્રેસ

    જોકે પેટાચૂંટણીના પ્રચારમાં “વિશ્વાસઘાત” શબ્દ પર ભાર મૂકીને બનાવેલા સુત્રો થકી રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં ભળેલા પક્ષપલટુ નેતાઓ પર નિશાન સાધી રહી છે. આ અભિયાનની મતદારો પર કેવી અસર થાય છે, તે તો ચૂંટણીનું પરિણામ આવશે પછી જ ખબર પડશે. ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો પર 3 નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણીમાં 81 ઉમેદવારો મેદાનમાં છે. અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં બાદ ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપે અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીથી કિરીટસિંહ રાણા, મોરબીથી બ્રિજેશ મેરજા, ધારીથી જેવી કાકડિયા, ગઢડાથી આત્મારામ પરમાર, કરજણથી અક્ષય પટેલ, ડાંગથી વિજય પટેલા, કપરાડાથી જીતુ ચૌધરીને મેદાનમાં ઉતાર્યાં છે. આ ઉમેદવારોમાંથી 5 કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પણ છે. જેઓ રાજ્યસભા ચૂંટણી પહેલા રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઈ ગયાં હતાં.

ABOUT THE AUTHOR

...view details