ગુજરાત

gujarat

ETV Bharat / city

શિવસેના સાંસદ સંજય રાઉતના મિનિ પાકિસ્તાનવાળા નિવેદન અંગે કોંગ્રેસે આપી પ્રતિક્રિયા - mini Pakistan statement

શિવસેના સાંસદ સંજય રાઉતે અમદાવાદને લઈને બફાટ કર્યો છે. તેઓએ અમદાવાદને મિનિ પાકિસ્તાન ગણાવ્યું છે. કંગના રનૌતને પડકાર ફેંકતા સમયે શિવસેના સાંસદ ભાન ભૂલ્યા હતા. તેમણે જણાવ્યું કે, કોઈની હિંમત છે કે, અમદાવાદને મિનિ પાકિસ્તાન કહી શકે? આ બાબતે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ સંજય રાઉતની ટીકા કરી હતી.

Manish Doshi
Manish Doshi

By

Published : Sep 6, 2020, 9:57 PM IST

અમદાવાદઃ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે. કંગના રનૌતે મુંબઈની સરખામણી POK સાથે કરતું નિવેદન આપ્યું હતું. આ મામલે સંજય રાઉતે કંગના રનૌતને ધમકી આપી હતી કે, મુંબઈમાં પગ મૂકીને તો બતાવે. આ મુદ્દે મીડિયાએ સંજય રાઉતને સવાલ પૂછ્યો ત્યારે સંજય રાઉતે મીડિયાના કેમેરા સામે જણાવ્યું કે, કંગનામાંં હિંમત હોય તો અમદાવાદને મીનિ પાકિસ્તાન કહી બતાવે? સંજય રાઉતે આ મુદ્દે ગુજરાત અને અમદાવાદનું ઘોર અપમાન કર્યુ છે.

શિવસેના સાંસદ સંજય રાઉતના મિનિ પાકિસ્તાનવાળા નિવેદન અંગે કોંગ્રેસે આપી પ્રતિક્રિયા

સંજય રાઉત અમદાવાદની માફી માગે તેવી લોક લાગણી ઊઠી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે સરકાર ચલાવી રહેલી શિવસેના સાથે ભાગીદાર કોંગ્રેસે રાઉતના નિવેદનથી ગુજરાતમાં કિનારો કરી લીધો છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિશે કંઈ પણ વાત ચલાવી ન લેવાય. આ સંજય રાઉતનું અંગત નિવેદન હોઈ શકે છે, કોંગ્રેસ એની સાથે સહમત નથી. સંજય રાઉતને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે, તમે કંગના રનૌતની માફી માંગશો? ત્યારે તેમણે જણાવ્યું કે, જો કંગના મહારાષ્ટ્રની માફી માંગશે તો હું વિચારશી. તેને મુંબઈને મીનિ પાકિસ્તાન કહ્યું, શું તેનામાં અમદાવાદને મીનિ પાકિસ્તાન કહેવાની હિંમત છે? ગુજરાત એ ગાંધી અને સરદારની ભૂમિ છે. અમદાવાદ પરાક્રમી અને દાનવીરોની ભૂમિ છે. અમદાવાદ તો દધિચિ જેવા ઋષિમુનીઓની તપોભૂમિ છે. સંજયજી તમારે આ શબ્દોનો પ્રયોગ કરવા બદલ શરમ આવવી જોઈએ. તમારે અમદાવાદના નાગરિકોની માફી માંગવી જોઈએ.

કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ વધુંમાં જણાવ્યું હતુ કે, આ મહાત્મા ગાંધી અને સરદારનું ગુજરાત છે. ગુજરાત વિષે કોઈ બોલે તે ચલાવી ન લેવાય. જાહેર જીવન સાથે જોડાયેલી વ્યક્તિએ કોઈ પ્રદેશ વિશે ન બોલવું જોઈએ. આવી વાત કરનારાઓએ આત્મદર્શન કરવાની જરૂર.

ABOUT THE AUTHOR

...view details