અમદાવાદ: રાજ્યસભાના ઉમેદવારની કોંગ્રેસે સત્તાવાર જાહેરાત કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ બન્ને બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. અમિત ચાવડાએ જણાવ્યુ કે, હાઇકમાન્ડે ધારાસભ્યોની લાગણી માન્ય રાખી છે. ટીમ કોંગ્રેસ એક થઇને લડશે.જણાવી દઈએ કે, 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે.
આ વખતે ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં 2 નવા ચહેરાને તક આપી છે. ભાજપે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ સિવાય ત્રીજી બેઠક માટે પણ ભાજપ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. આ ત્રીજી બેઠક પર ભાજપ અંકે કરવા માટે જોડતોડ કરી શકે છે. આ માટે ભાજપની કોંગ્રેસના જ કેટલાક ધારાસભ્યો પર નજર હોવાનું કહેવાઈ રહ્યું છે.
કોંગ્રેસે રાજ્યસભા માટે ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીનું નામ ફાઈનલ કર્યું છે. આ અંગે કોંગ્રેસ દ્વારા બંને ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
શક્તિસિંહ ગોહિલ
- શક્તિસિંહ ગોહિલે Bs.C, LLB, સાથે પત્રકારત્વનો અભ્યાસ કરેલો છે.
- વર્તમાનમાં બિહાર કોંગ્રેસ અને દિલ્હી કોંગ્રેસના પ્રભારી.
- શક્તિસિંહ ગોહિલ ગુજરાત કાંગ્રેસના વરિષ્ઠ નેતા અને રણનીતિકાર મનાય છે.
- આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલ ગુજરાત સરકારમાં બે વખત પ્રધાન પદે રહ્યા.
- શક્તિસિંહ ગોહિલે વિધાનસભામાં નેતા વિપક્ષની પણ ભૂમિકા ભજવી.
- હાલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી સંભાળે છે.
- 1986માં ભાવનગર જિલ્લા યુવા કાંગ્રેસના પ્રમુખ બન્યા.
- 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પદે નિમાયા.
- 1990માં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય બન્યા અને ૧૯૯૦માં ભાવનગર દક્ષિણ બેઠકથી ધારાસભ્ય બન્યા હતા.
ભરતસિંહ સોલંકી
- ભરતસિંહ સોલંકી ગુજરાતનાં પૂર્વ મુખ્યપ્રધાન તથા પૂર્વ વિદેશપ્રધાન માધવસિંહ સોલંકીનાં પુત્ર છે.
- માધવસિંહે ગુજરાતમાં ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ સમાજને સાધીને 149 બેઠક ઉપર કૉંગ્રેસને વિજય મેળવ્યો હતો.
- આ રેકર્ડ હજુ સુધી તૂટ્યો નથી.
- સોલંકીના પિતરાઈ તથા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડા આ મતક્ષેત્ર હેઠળ આવતી અંકલાવ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ મહારાષ્ટ્ર થી રાજ્યસભાની ચૂંટણી લડશે. કોંગ્રેસે પહેલા 9 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. મધ્ય પ્રદેશથી કોંગ્રેસે દિગ્વિંજય સિંહ અને ફૂલસિંઘ બારૈયાને ઉમેદવાર બનાવ્યા છે. જણાવી દઈએ કે, 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપે આ રાજ્યસભાની ચૂંટણીમાં 2 નવા ચહેરાને તક આપી છે. ભાજપે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ સિવાય ત્રીજી બેઠક માટે પણ ભાજપ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. આ ત્રીજી બેઠક પર ભાજપ અંકે કરવા માટે જોડતોડ કરી શકે છે. આ માટે ભાજપની કોંગ્રેસના જ કેટલાક ધારાસભ્યો પર નજર હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.