અમદાવાદ પીએમ મોદીએ આજે સિવિલ હોસ્પિટલ સંકુલમાં 850 બેડ કિડની હોસ્પિટલનું લોકાર્પણ (PM Modi Ahmedabad Kidney hospital inauguration ) સંપન્ન કરાવ્યું છે. ત્યારે આ અંગે કોંગ્રેસે ( Congress Reaction on PM Modi Civil Hospital Visit ) આ દિશામાં કરેલા યોગદાનને યાદ કરાવવામાં આવ્યું હતું. સાથે પીએમ મોદીની મુલાકાતને લઇને દર્દીઓને પડેલી હાલાકીની વાત કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ( Congress Spokesman Manish Doshi ) જણાવ્યું હતું કે 'એશિયા ખંડની મોટામાં મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલના કેન્દ્રની યુપીએ સરકાર વખતે ડૉ. મનમોહનસિંહના નેતૃત્વમાં અપગ્રેડેશન ઓફિસ સિવિલ હોસ્પિટલના નેજા હેઠળ ગુજરાતને 1200 કરોડ કરતાં વધુ રકમ ફાળવવામાં આવી હતી. એના કારણે વિવિધ પ્રકારો અને સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી અને આરોગ્ય સેવાઓ પણ વધી દરેક રાજ્યના ભાગરૂપે ગુજરાતને પણ આ સહાય આપવામાં આવી હતી.'
તમામ જગ્યાએ આવન જાવન ઉપર પ્રતિબંધ મનીષ દોશીએ જણાવ્યું હતું કે 'આજે જ્યારે સિવિલમાં નવા નવા પ્રકલ્પોનું ઉદ્ઘાટન થાય છે. આની પહેલા અગાઉ પણ જે થઈ ચૂકી હોય એનું ફરીથી નવેસરથી ઉદ્ઘાટન થાય છે એ સૌથી મોટી ચિંતાનો વિષય છે. સિવિલ હોસ્પિટલને છેલ્લા બે દિવસથી વડાપ્રધાનના આગમન પહેલાથી જ સંપૂર્ણ સલામતીના નામે પોલીસના પહેરામાં સોંપી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં તમામ જગ્યાએ આવન જાવન ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ખાનગી વાહનોને પ્રવેશ આપવાનો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સને પણ પ્રવેશ આપવા દેવામાં આવતો નથી.'