- રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ
- પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવા કરી માગ
- અમદાવાદમાં કોંગ્રેસના શહેર ઈન્ચાર્જ પ્રમુખ સહિત કોંગ્રેસના નેતાઓએ વિરોધ નોંધાવ્યો
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવવધારાને લઈ રાજ્યવ્યાપી ધરણા કર્યા હતા. અમદાવાદના સીજી રોડ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પાસે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલની એકસાઇઝમાં સતત વધારો ઝીંકતા ગુજરાત સહિત દેશની પ્રજા મંદી, મોંઘવારી અને મહામારીમાં હેરાન-પરેશાન જોવા મળી રહી છે. પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવ વધારા સામે ગુજરાત કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે. કેન્દ્રની ભાજપ સરકારે છેલ્લા 7 વર્ષમાં પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)માં સતત 22 વખત ભાવ વધારો ઝીંકીને લોકોના ખિસ્સામાંથી 21 લાખ કરોડ ખંખેરી લીધા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જેને લઇને સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ વિરોધ કરી સરકારને જગાડવાનો પ્રયત્ન કરી રહી છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ ગુજરાત કોંગ્રેસનો રાજ્યવ્યાપી ધરણા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
દેશમાં પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. ત્યારે મોંઘવારી, કોરોના અને સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે લોકોને આર્થિક બોજો પડતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસના ધરણા, રાજકોટમાં congressના 25 નેતાઓની અટકાયત
કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકા એક્સાઇઝ વધારો ઝીંક્યો
કોંગ્રેસના નેતાઓએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર(Central Government) પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકા એક્સાઇઝ વધારો ઝીંકીને સામાન્ય, મધ્યમ વર્ગની હાલાકીમાં સતત વધારો કરી બેફામ નફાખોરી કરી રહી છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના છેલ્લા 13 વર્ષમાં સૌથી ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા સાત વર્ષમાં મોદી સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી રૂપિયા 1.20 પ્રતિ લિટરે (મે 2014) થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂપિયા 32.98 કરી દીધી છે. એટલે કે પ્રતિલીટર રૂપિયા 23.78 અથવા તો 258 ટકાનો વધારો કર્યો છે.
food ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 110 અમેરિકી ડોલરથી ઘટીને અત્યારે પ્રતિ બેરલ 60 અમેરિકી ડોલર
ડીઝલ ઉપર Excise duty પ્રતિલીટર રૂપિયા 3.46 (મે 2014) થી વધારીને અત્યારે પ્રતિલીટર રૂપિયા 31.83 કરી દીધી છે એટલે કે પ્રતિ લિટર રૂપિયા 28.37 અથવા તો 820 ટકા વધારો કરવામાં આવ્યો છે. આ સ્થિતિ ત્યારે જ છે જ્યારે food ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ (International prices) પ્રતિ બેરલ 110 અમેરિકી ડોલરથી ઘટીને અત્યારે પ્રતિ બેરલ 60 અમેરિકી ડોલર થયા છે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકારે બે વર્ષમાં પેટ્રોલ 8381.96 કરોડ અને ડીઝલ પર 18530.26 કરોડ જેટલો ભારે વેરો વસૂલી મંદી, મોંઘવારી અને મહામારીમાં જનતાની મુશ્કેલી વધારી હોવાનો કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી કોંગ્રેસે ગાંધીનગરમાં ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું, પોલીસે કરી અટકાયત
મોંઘવારીના મારથી હાલ પ્રજા પરેશાન
તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતની ભાજપા સરકાર પેટ્રોલ-ડીઝલમાં 25 ટકા જેટલો વેટ આ ઉપરાંત સેસ ઉઘરાવી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી હાલ પરેશાન જોવા મળી રહી છે. ત્યારે આજે શુક્રવારે કોંગ્રેસે સમગ્ર રાજ્યમાં વિરોધ નોંધાવી પેટ્રોલ ડીઝલના ભાવ પરત લેવાની માગ કરી છે.