અમદાવાદ: ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા આજે બપોરે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું પ્રદેશ કાર્યાલયથી મોંઘવારી નામ કાઢીપૂતળાદહન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ વિરોધ પ્રદર્શન યોજાય તે પહેલાં જ કોંગ્રેસ કાર્યાલયમાંથી જ વિરોધ પ્રદર્શનને અટકાવી દેવા નનામીને શોધવા કાઢેલાં પોલીસ પહોંચી હતી. જેના પગલે પોલીસ અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસની ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે તેઓ બપોરથી કોંગ્રેસ કાર્ય અંદર આવી અને સર્ચ ઓપરેશન કર્યું હતું અને મોંઘવારી નનામી શોધી અને તમને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું - આજે પ્રદેશ કાર્યાલયમાં જે ઘટના બની તે મામલે અમે પોલીસ ફરિયાદ(Police complaint) કરીશું અમારી લીગલ સેલની ટીમ કામ કરી રહી છે. જામનગરમાં પણ યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ માર માર્યા હોવાને લઈને અમે ફરિયાદ કરીશું. યુવક કોંગ્રેસના કાર્યકરની પરમિશન ન આપી(Congress did not give permission) બસ ગાડીવાળાઓને પોલીસ બોલાવીને ધમકાવ્યા હતા. અમારા પ્રદેશ કાર્યાલયમાં કાર્યક્રમ હતો 11 વાગ્યે પોલીસ આવીને કાર્યાલયના રૂમ ચેક કર્યા(Checked the office room) હતા. અમે બેઠા હતા ત્યારે પોલીસે ધમકાવ્યા અધિકારીઓને પૂછતાં તેઓ પાસે જવાબ નહોતો ભાજપ સરકાર ડરી ગઈ છે. અમે ડરીશું નહીં. ભાજપની જોહુકમીથી ડરીશું નહી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના વતનમાં આવતા ડરે છે. મોદી પણ પોતાનું ઘર એટલે કે ગુજરાતમાં આવતા ડરે છે. કારણ કે મોદી આવવાના હોય તે પહેલાં જ કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસના કાર્યકરોની(Congress workers) તેમજ NSUIના કાર્યકરોની(NSUI activists) પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવે છે.