ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં કેન્દ્ર અને રાજ્યના ઇન્ડસ્ટ્રીના કાયદા સામે કોંગ્રેસનો વિરોધ

કેન્દ્ર સરકારે ઇન્ડસ્ટ્રીના કેટલાક કાયદામાં ફેરબદલ કરી છે. ત્યારે વર્ષોથી ચાલી રહેલા કાયદા બદલાતા કોંગ્રેસે વિરોધ કર્યો છે.કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે, લોકસભામાં જે વિધેયક પસાર કરવામાં આવ્યું છે. જે કોરોનાના બહાના હેઠળ પસાર કરવામાં આવ્યું છે અને તે મજૂરોના હિત વિરોધનું છે.

અમદાવાદ
ahmedabad

By

Published : Sep 26, 2020, 7:05 AM IST

અમદાવાદ :કેન્દ્ર સરકારે ઇન્ડસ્ટ્રીના કેટલાક કાયદામાં ફેરબદલ કરી છે. ત્યારે વર્ષોથી ચાલી રહેલા કાયદા બદલાતા કોંગ્રેસે વિરોધ કર્યો છે.કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે, લોકસભામાં જે વિધેયક પસાર કરવામાં આવ્યું છે. જે કોરોનાના બહાના હેઠળ પસાર કરવામાં આવ્યું છે અને તે મજૂરોના હિત વિરોધનું છે.

અમદાવાદમાં કેન્દ્ર અને રાજ્યના ઇન્ડસ્ટ્રીના કાયદા સામે કોંગ્રેસનો વિરોધ

ટ્રેડ યુનિયનની પ્રોફેઝર અને અધિકાર સરકારે પૂર્ણ કરી દીધા છે. ગુજરાત સરકારે પણ વટ હુકમ બહાર પાડ્યો છે અને ટ્રેડના નવા નિયમો બહાર પાડ્યા છે.સરકારે ટ્રેડ યુનિયનના બંધારણીય અધિકારો પર તડાપ મારી છે. 300 કર્મચારીઓ હોય તો જ ટ્રેડ યુનિયનની વાત રજૂ કરવામાં આવી છે.

કર્મચારીઓની છંટણી, ક્લોઝર, લોકઆઉટના મતભેદો પણ ૩૦૦ કર્મચારીઓ હોય તો જ લાગુ પડશે.ભારતના તમામ ટ્રેડ યુનિયનોએ કાયદાનો વિરોધ કર્યો છે, અને એટલે જ આ કાયદાને આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. તેવું કોંગ્રેસના નેતા અશોક પંજાબીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં સંગઠિત મજૂરોની સંખ્યા 50 લાખ જેટલી છે. રાજ્યપાલ પાસે જઈને કોંગ્રેસ દ્વારા મજુરોના હિતમાં રજૂઆત કરવામાં આવશે. તેમજ આવેદનપત્ર પણ આપવામાં આવશે અને આંદોલન થશે.તે બાદ રાષ્ટ્રપતિને 10000 થી 50,000 પોસ્ટકાર્ડ પણ કોંગ્રેસ દ્વારા લખવામાં આવશે.તમામ જિલ્લા મથક ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને મજૂર વિરોધી કાયદાનો કોંગ્રેસ વિરોધ કરશે.

ABOUT THE AUTHOR

...view details