ગુજરાત

gujarat

ETV Bharat / city

JEE અને NEETની પરીક્ષા રદ કરવા ગુજરાત યુનિવર્સિટી ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું

શુક્રવારે અમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટી રોડ પરના મુખ્ય ગેટ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો અને NSUIના કાર્યકરો દ્વારા કોરોના કાળમાં JEE અને NEETની પરીક્ષાઓના આયોજનને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સના નિયમનો ભંગ થયો હતો. જેથી પોલીસે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

ETV BHARAT
JEE અને NEETની પરીક્ષા રદ કરવા ગુજરાત યુનિવર્સિટી ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું

By

Published : Aug 28, 2020, 5:18 PM IST

અમદાવાદઃ સમગ્ર દેશમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થઈ ચૂકયા છે, ત્યારે હોશિયાર વિદ્યાર્થીઓ મેડિકલ અને ઈજનેરી ક્ષેત્રમાં દેશની સારી ઇન્સ્ટિટ્યુટમાં પ્રવેશ મેળવીને કારકિર્દી બનાવવા માટે JEE અને NEETની નેશનલ લેવલની પરીક્ષા આપવા માગે છે. જેના મેરિટના આધારે પ્રીમિયમ ઇન્સ્ટિટ્યુટમાં મેરિટ લિસ્ટ તૈયાર થાય છે.

JEE અને NEETની પરીક્ષા રદ કરવા ગુજરાત યુનિવર્સિટી ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું

કોંગ્રેસે આ પરીક્ષા લેવાવાના સંદર્ભમાં સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે, દેશમાં 33 લાખ કોરોનાના કેસ છે. આ ઉપરાંત 60 હજાર લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જેથી કોરોનાના આ કપરા સમયમાં પરીક્ષાઓ કેવી રીતે યોજી શકાય?

કોરોના વાઇરસને કારણે 2 વખત જાહેર કરાયેલી આ પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે આ પરીક્ષાઓ સપ્ટેમ્બર મહિનામાં યોજવાનું નક્કી કર્યું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ફક્ત કોરોનાના કારણે શિક્ષણની ગુણવત્તા સાથે બાંધછોડ કરી શકાય નહીં. જેથી સમગ્ર દેશના ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટરોએ પણ પરીક્ષા લેવામાં સહમતી વ્યક્ત કરી હતી અને કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો.

આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપવા તૈયારી બતાવી છે. કારણ કે, હમણાં જ ગુજરાતમાં સ્થાનિક લેવલની ગુજકેટની પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details