ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતના મુખ્યપ્રધાન બદલાય શકે છે એટલે વિજયભાઈને ઉજવણી સાથે વિદાય કરવાનો કાર્યક્રમ : અમિત ચાવડા

ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી કરવામાં આવી રહી છે, તેવામાં ગુજરાત કોંગ્રેસ સરકારના કાર્યક્રમોને સમાંતર કાર્યક્રમ યોજી વિરોધ કરી રહી છે. આજે રવિવારે કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન હેઠળ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જ્યાં પ્રદેશ પ્રમુખે તીખા અંદાજમાં જણાવ્યું કે, વિજય રૂપાણીની વિદાય નિમિત્તે આ ઉજવણી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતે મુખ્યપ્રધાન રૂપાણીએ પણ અમિત ચાવડા પર પ્રહારો કરતા કહ્યું હતું કે, "કોંગ્રેસ નફ્ફટ થઈને આવા નિવેદનો કરે છે."

રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવા પર ઉજવણીનો કોંગ્રેસ દ્વારા વિરોધ
રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવા પર ઉજવણીનો કોંગ્રેસ દ્વારા વિરોધ

By

Published : Aug 1, 2021, 4:19 PM IST

Updated : Aug 1, 2021, 6:12 PM IST

  • સરકારની ઉજવણી સામે કોંગ્રેસે દર્શાવ્યો વિરોધ પ્રદર્શન
  • શિક્ષણ બચાવો નામના કાર્યક્રમ હેઠળ કરવામાં આવ્યો વિરોધ
  • મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું, "નફ્ફટ થઈને નિવેદનો કરે છે"

અમદાવાદ :રાજ્યમાં વિજય રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતા સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતની રૂપાણી સરકારના પાંચ વર્ષના અલગ-અલગ કાર્યક્રમોને સમાંતર દેખાવ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવો રહ્યો છે. જેના ભાગરૂપે આજે રવિવારે LD કોલેજ પાસે કોંગ્રેસ દ્વારા શિક્ષણના ખાનગીકરણ અને વેપારીકરણને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં 'શિક્ષણ બચાવો' નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ બાબતે મુખ્યપ્રધાન રૂપાણીએ પણ પોતાના કામ ગણાવી અમિત ચાવડા અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવા પર ઉજવણીનો કોંગ્રેસ દ્વારા વિરોધ

NSUIના કાર્યકરોની પોલીસે કરી અટકાયત

અમદાવાદમાં પણ LD કોલેજ નજીક કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, કોંગી આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા શિક્ષણ બચાવો કાર્યક્રમ હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. "નિષ્ફળતાની ઉજવણી શરમ કરો રૂપાણી" જેવા સૂત્રોચાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન NSUIના કાર્યકરો દ્વારા રોડ પર બેસીને સૂત્રોચ્ચાર કરવામાં આવતા પોલીસે તમામ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો:આજથી રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી શરૂ, પ્રથમ દિવસ 'પાંચ વર્ષ-શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના' તરીકે ઉજવાશે

સરકાર શિક્ષણના નામે ચલાવી રહી છે લૂંટ

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, સરકાર દ્વારા ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના કારણે સરકારી સ્કૂલો બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ, કોલેજોનું નેટવર્ક પણ બંધ કરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે. સરકાર કોઈની વાત સાંભળતી નથી. ગુજરાતમાં ભાજપ સરકારે 6,000 કરતા વધુ સરકારી શાળાઓ બંધ કરી છે. સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ કોલેજોને લઈને વ્યાપક વિરોધ છે, પરંતુ સરકાર કોઈની વાત માનતી નથી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સરકાર શરમ કરવાના બદલે ઉજવણીઓ કરી રહી છે, વિજય રૂપાણીને બદલવાના હોય એટલે કદાચ ઉજવણી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.

રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવા પર ઉજવણીનો કોંગ્રેસ દ્વારા વિરોધ

CMની વિદાયના ભાગરૂપે સરકારની ઉજવણી : અમિત ચાવડા

ભીખુ દલસાણીયાની જગ્યાએ બિહારના રત્નાકરને સંગઠન મંત્રી બનાવવામાં આવતા અમિત ચાવડાએ સરકાર પર ટીકા કરતા કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ પહેલાં જ CR ભાવ ( CR પાટીલ )ને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે, અને હવે બિહારથી રત્નાકરજીને ગુજરાતના સંગઠન મહામંત્રી બનાવ્યા છે. ભીખુભાઈએ ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની સેવા કરી છે, જેથી મને ચોક્કસ વિશ્વાસ છે કે તેમની કામગીરીની પાર્ટી ( ભાજપ ) નોંધ લઇ કદર કરશે અને કદાચ વિજય રૂપાણીના 5 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે જે ઉજવણી થઇ રહી છે એ ભીખુભાઈને કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે તેવું પણ કંઈક હોઈ શકે છે.

આ પણ વાંચો:ગુજરાત ભાજપના સંગઠનમાં કરાયો મોટો ફેરફાર,રત્નાકરને નવા સંગઠન મહામંત્રીની જવાબદારી સોંપાઈ

કોંગ્રેસ નફ્ફટ થઈને આવા નિવેદનો કરે છે : મુખ્યપ્રધાન રૂપાણી

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નિવેદનને લઈને વળતો પ્રહાર કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, એમની ( કોંગ્રેસ ) ઘડીઓ ગણાય રહી છે, વિરોધીઓ નફ્ફટ થઈને નિવેદનો કરે છે એનો કોઈ સ્થાન નથી, વધુમાં તેમણે કહ્યું હતું કે, હવે તા શિક્ષણ, વ્યાપાર, નારી સશક્તિકરણ, રોજગારી, શહેરો, ખેડૂતો, ગામડાઓ વગેરેની ચિંતા કરી છે, પરંતુ વિરોધીઓના પેટમાં તેલ રેડાય છે. જનતા માની રહી છે કે, તેઓ આ ગુજરાતના વિરોધીઓ છે. અમે વિકાસની વાત કરીએ અને તેઓ વિનાશની વાત કરે છે. વિરોધીઓ કાન ખોલીને સાંભળે, તમે કેટલીક વાતો પચાવી નહિ શકો, પરંતુ 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારીમાં છેલ્લા 5 વર્ષમાં એડમિશન મેળવી ચૂક્યા છે. કોંગ્રેસના શાસનમાં 11 યુનિવર્સિટીઓ હતી જે 2 દાયકમાં 77 ઊભી કરવામાં આવી છે.

જાણો શું કહ્યું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે...

ગુજરાત કોંગ્રેસના વિરોધ બાદ નાયબ મુખ્યપ્રધાનનો પલટવાર

મુખ્યપ્રધાન રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાને પગલે કરવામાં સરકાર દ્વારા આવતી તેમની ઉજવણીને લઈને કરવામાં આવેલા કોંગ્રેસે સરકાર વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા. આ સામે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વડોદરા ખાતેની પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કોંગ્રેસના પ્રહારો પર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દરેક પ્રસંગે ગમે તે પ્રકારના જુદા જુદા નિવેદનોને કરીને ગમે તે રીતે મીડિયામાં આવવું, તેનો પ્રયત્ન કરતા હોય છે. ગઈ કાલ સુધીમાં એમ કહેતા હતા કે અમે સરકારના કાર્યક્રમોનો વિરોધ કરીએ છીએ, પરંતુ આજે તેમણે જોયું હશે કે, લોકો ભાજપની સાથે છે.

Last Updated : Aug 1, 2021, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details