ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર અમદાવાદની મુલાકાતે, પણ સિનિયર નેતા હાજર નહીં

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર શશી થરૂર ગઈકાલે (Shashi Tharoor Ahmedabad visit) અમદાવાદની મુલાકાતે હતા. શશી થરૂરે આ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ભારતની મજબૂતી માટે કોંગ્રેસ મજબુત હોવી ખૂબ જરૂરી છે. (National President candidate Shashi Tharoor)

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર અમદાવાદની મુલાકાતે, પણ સિનિયર નેતા હાજર નહીં
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર અમદાવાદની મુલાકાતે, પણ સિનિયર નેતા હાજર નહીં

By

Published : Oct 13, 2022, 11:50 AM IST

અમદાવાદ લોકસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર શશી થરૂર (Shashi Tharoor Ahmedabad visit) ગઈકાલે અમદાવાદની મુલાકાતે હતા. શશી થરૂરે કોંગ્રેસના અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પરંતુ ગુજરાત કોંગ્રેસના એકપણ સિનિયર નેતા શશી થરૂરના આગમનથી લઈને વિદાય સુધી તેમની સાથે જોવા મળ્યા ન હતા. (National President candidate Shashi Tharoor)

ભારતની મજબૂતી માટે કોંગ્રેસ મજબુત હોવી ખૂબ જરૂરી છે : શશી થરૂર

ગાંધીજીને કર્યા વંદન શશી થરૂર ગઈકાલે બપોરે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા. એરપોર્ટથી સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ડેલીગેટ સાથે મિટિંગ કરી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર શશી થરૂર જણાવ્યું હતું કે, ગાંધીજીની ભૂમિ ઉપર આવીને મને ખુશી થઈ રહી છે. ચાર પાંચ વર્ષ પછી હું ફરીથી અમદાવાદ આવીને સાબરમતી આશ્રમની મુલાકાત લીધી અને ગાંધીજીને વંદન કર્યા હતા. (shashi tharoor visit gujarat)

સાબરમતી આશ્રમની મુલાકાત

જીત કોઈપણની થાય કહેવાશે કોંગ્રેસ શશી થરૂરે વધુમાં જણાવ્યું હતું કે, હું આ વખતે ગુજરાતમાં એટલા માટે આવ્યો છું 17 ઓક્ટોબરે કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટેની ચૂંટણી યોજાવાની છે. તેમાં હું એક ઉમેદવાર તરીકે છું. તેથી હું સૌ કોઈ પાસે સાથે મળીને મારા જુદી વોટ અને પ્રચાર કરવા માટે આવ્યો છું. કોંગ્રેસને આવનારા વર્ષોમાં કઈ રીતે મજબૂત બનશે તે વિશે વાત કરતાં કહ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં મારી જીત થાય કે ખડગે સાહેબની જીત થાય, પરંતુ અંતમાં તો આ જીત કોંગ્રેસની જ કહેવાશે. (Shashi Tharoor Sabarmati Ashram)

ભારતની મજબુતી માટે કોંગ્રેસ મજબુત શશી થરૂરે વધુમાં જણાવ્યું હતું કે, હું આ ચૂંટણીમાં એટલા માટે ઉભો રહું છું કે ભવિષ્યમાં જો કોંગ્રેસ મજબૂત થશે 2024 માટે બીજેપીએ જે અમને પડકાર આપ્યો છે. તેને અમે સારી રીતે જીલશું અને આત્મવિશ્વાસ સાથે બીજેપીના આ પડકારનો જવાબ આપીશું. 2024ની ચૂંટણી જોઈને તમને સૌ કોઈને પણ લાગશે કે કોંગ્રેસને કોઈ ટેક ફોર ગ્રાન્ટેડ નહીં લઈ શકે અમે મજબુરીથી લડશું અને ભારતની મજબૂતી માટે કોંગ્રેસ મજબુત હોવી ખૂબ જરૂરી છે. (Ahmedabad Shashi Tharoor Statement)

સાબરમતી આશ્રમની મુલાકાત

શીશ થરૂરના કાર્યક્રમમાં કોઈ નેતા નહીં પરંતુ આ તમામ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અંત સુધી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતા, ધારાસભ્ય કે કોઈ વરિષ્ઠ હોદ્દેદારો હાજર રહ્યા ન હતા. એરપોર્ટ ઉપર પણ શાસિત રોડને કોઈ રિસીવ કરવા આવ્યું ન હતું એટલું જ નહીં ડિલિકેટ સાથેની બેઠકમાં પણ કોંગ્રેસના નેતાઓની ગેરહાજરી ચોખ્ખી જણાઈ આવતી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ મલ્લિકાર્જુન ખડગે પણ પ્રવાસમાં આવ્યા હતા, ત્યારે સિનિયર નેતાઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ ગુજરાત કોંગ્રેસ નેતાઓની ગેરહાજરીથી શશી થરુરને સમર્થન ન હોવાના સંકેત મળી આવ્યા હતા. માત્ર કાર્યકરો સાથે જ શશી થરૂરે સમગ્ર કાર્યક્રમ યોજ્યો હતો. (Shashi Tharoor program in Ahmedabad)

ABOUT THE AUTHOR

...view details