અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસની કારોબારી મિટીંગ મળી હતી જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા યુવા કોંગ્રેસના પ્રભારી અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હંતા. જેમાં દેશભરમાં ચાલી રહેલ બેરોજગારી આંદોલનને લઇ ગુજરાતમાં રણનીતિ બનાવવામાં આવી છે. ગુજરાતમાં બેરોજગારી આંદોલનને કઈ રીતે વેગવંતુ બનાવવું અને સરકાર સામે કઈ રીતે બાંયો ચડાવવી તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં છેલ્લાં કેટલાય દિવસોથી જ સોશિયલ મીડિયા પર બેરોજગારીને લઈ લાખો યુવાનો આક્રોશના માહોલમાં જોવા મળી રહ્યાં છે ત્યારે યુવા કોંગ્રેસ દ્વારા દેશભરમાં 'રોજગારી દો' ના નારા સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ આંદોલનને વેગ આપવાયુવા કોંગ્રેસ પ્રભારી હવે ગુજરાત આવી પહોંચ્યાં છે અને ગુજરાતમાં પણ આંદોલનને કઈ રીતે આગળ ધપાવવું તે અંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે સમીક્ષા કરવામાં આવી છે.
કોંગ્રેસનું રોજગારી દોના સૂત્ર સાથે દેશભરમાં આંદોલન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી ક્રિષ્ણા અલાવરુએ જણાવ્યું કે બેરોજગારીના મુદ્દે યુવાનોનો અવાજ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકાર સામે સાચા મુદ્દા લઈને તમામ મુદ્દાઓ પરિપૂર્ણ થાય તેવી માગણી કરવામાં આવી રહી છે. ભારતની અર્થવ્યવસ્થાનો સર્વનાશ થયો છે. gdp એપ્રિલ મે અને જૂનનો વિકાસ દર 23 ટકાથી પણ નીચો ગયો છે. આઝાદ ભારતનો સૌથી નીચામાં નીચો આ દર ગણવામાં આવી રહ્યો છે. કોરોના એકટ ઓફ ગોડ છે પરંતુ ભારતનો વિકાસ અને રોજગારી તે મુદ્દા ઉપર સરકાર કોઈ ચર્ચા કરવા માગતી નથી. 50 દિવસ માગ્યાં હતાં અને એનાથી કોનું નુકશાન થયું અને કોને ફાયદો થયો એ પણ સરકાર બતાવી રહી નથી. નોટબંધી હોય, જીએસટી હોય જે લાગુ કર્યું ેતેને લીધે ભારતની કરોડરજ્જુ હાલ તૂટી પડી છે. જીએસટી કોંગ્રેસની નીતિ બરાબર હતી. પણ મોદી સરકારે તેને ગબ્બરસિંહ ટેક્સ બનાવી દીધો છે. કોરોના મહામારી મુદ્દે રાહુલ ગાંધીએ ફેબ્રુઆરી માસમાં જ ચેતવણી સરકારને આપી હતી પરંતુ નરેન્દ્ર મોદીની સરકારે કરોડના ખર્ચે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં વ્યસ્ત રહેવું વધારે પસંદ કર્યું હતું. તે હવે ગુજરાતની જનતાએ જોવું પડશે અને સમજવું પડશે તો બીજી તરફ તેમણેે જણાવ્યું કે 20 લાખ કરોડનું જૂમલા પેકેજ લાવ્યાં ત્યારે બીજા દેશોએ લોકોના ખિસ્સામાં પૈસા નાખ્યાં હતાં. કોંગ્રેસનું રોજગારી દોના સૂત્ર સાથે દેશભરમાં આંદોલન તો આ તરફ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે ગુજરાત સાક્ષી છે કે બે ગુજરાતીઓએ દેશને આઝાદી અપાવી હતી ત્યારે બે ગુજરાતીઓ દેશને ગુલામ બનાવવા માટે ધીમેધીમે આગળ વધી રહ્યાં છે. નોટબંધીના નાટકેે દેશના ખિસ્સા ખંખેરી લીધાં. ફેક્ટરી કારખાના બંધ થઇ ગયાં. ગુજરાતનો શ્રેષ્ઠ વેપાર ફેક્ટરી કારખાના બંધ થઇ રહ્યાં છે. જોકે આ તમામ વચ્ચે ગાંધી અને સરદારનું ગુજરાત હવે ક્યારેય ઝૂકશે નહીં અને કોઈને ઝૂકવા દેશે નહીં. કારણ કે યુવા કોંગ્રેસ હવે 'રોજગારી દો' નારા સાથે ધીમે ધીમે આગળ વધી રહી છે. 'રોજગારી દો' આંદોલનને ગાંધીનગરથી રાજ્યના 18,000 ગામડાં સુધી લઈ જવામાં આવશે. દરેક ગામડેગામડે વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સરકાર સમક્ષ પડકાર મુકવામાં આવશે.કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ૨૨ વર્ષ કરતાં વધુ સમયથી બીજેપી શાસનમાં છે. ચૂંટણીપ્રચારમાં બે કરોડ રોજગારી આપવાનો વાયદો કરે છે. તેના મેનિફેસ્ટોમાં પણ તેઓ જણાવે છે કે બે કરોડથી વધારે વિદ્યાર્થીઓને અમે રોજગારી આપીશું. એ તો દૂર પણ કરોડો યુવાનો આજે બેરોજગાર છે તે કેમ ભાજપ સરકારને દેખાતું નથી. મોંઘું શિક્ષણ લઇ 50 લાખ કરતાં વધુ યુવાનો આજે બેરોજગાર બન્યાં છે. જેને લઇ આગામી દિવસોમાં યુવા કોંગ્રેસ હવે આ યુવાનો માટે આંદોલન ચલાવશે. કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતરશે સાથે જ ગુજરાતના યુવાનોને પણ કહ્યું હતું કે તેઓને પડી રહેલી મુશ્કેલીને હવે બતાવવાની જરૂર પડી છે. સરકાર સામે બાંયો ચઢાવવાની જરૂર પડી છે. જેને લઇ તેમને આહ્વાન કર્યું હતું કે યુવાનો યૂથ કોંગ્રેસ સાથે જોડાઈ અને તેમની માગણીઓને વાચા આપે.