- ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાના નિધન બાદ રાજકારણમાં શોકનો માહોલ
- કોંગ્રેસે નિધન બદલ ઘેરા શોકની કરી લાગણી વ્યક્ત
- કોંગ્રેસ પ્રવક્તાએ દાખવી શોકની લાગણી
- કલા કોઈ પણ ધર્મ, જાતિ, પ્રાંત, લિંગ કે ઉંમરની મોહતાજ નથી એ મહેશ-નરેશની બેલડીએ સિદ્ધ કરી બતાવ્યુંઃ કોંગ્રેસ
- જન્મના બંધનોને તોડી કર્મની કેડી કંડારનાર નરેશ કનોડીયા માત્ર ફીલ્મી પરદાના જ નહી પરંતુ અસલ જીંદગીના પણ સુપરસ્ટાર હતા
અમદાવાદઃ લઘુતાગ્રંથી અને નકારત્મકતાને ખંખેરી મૂખ્યધારામાં પ્રવેશ જ નહી એ ધારા અને પ્રવાહને પોતાના આગવા અંદાજથી સ્વયમ તરફ વહેવા મજબુર કરનાર મહેશ-નરેશની બેલડી લાખો કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતા. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારએ કહ્યું એક એવા વિરલ પ્રતિભા ઘરાવતા કલાકાર નાના કસબામાંથી આવ્યા ગુજરાતના ઢોલીવૂડને અલગ રીતે કંડાર્યું, આગવી ઓળખ ઉભી કરી સતત સંઘર્ષ કર્યો. તેમના નિધન બદલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરૂ છું.
કોંગ્રેસે નરેશ કનોડિયાના નિધન બદલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી જાણીતા કલાકારોનો ઢોલીવુડમાં દબદબો હતો
મહેશભાઈ અને નરેશભાઈનો જન્મ એક નાનકડા ગામ કનોડામાં અને એ પણ દરિદ્રતા બારસાખે ટીંગાઈ હોય તેવા ખોરડામાં થયો. ઉપેન્દ્ર ત્રિવેદી, અવિનાશ વ્યાસ, રમેશ મહેતા, શ્રીકાન્ત સોની જેવા રૂપાળા અને જામી ગયેલા કલાકારોનો ઢોલીવુડમાં દબદબો હતો. એ જમાનામાં નરેશભાઈ સિવાય કોઈ ગ્લેમરની દુનિયાના દ્વારે ટકોરા મારવાનું વિચારી પણ ના શકે, તેવી સ્થિતિ પણ આ કલાકારે તમામ રૂઢીગત માન્યતાઓને પોતાની એક અલગ અદાથી તોડી અને પ્રસંશકોનો એક વર્ગ ઉભો કર્યો હતો. નરેશભાઈએ સિદ્ધ કર્યું કે કલા દેખાવની પણ મોહતાજ નથી. આ કલાકારે અસામાન્ય લોકચાહના મેળવી હતી. માત્ર ફિલ્મી જ નહી સામાજીક અને રાજકીય ક્ષેત્રે પણ એક છાપ છોડી છે.
અધૂરી થયેલી જોડી પુરી કરવા નરેશભાઈ પાછળ ચાલી નીકળ્યાઃ કોંગ્રેસ
નરેશભાઈ આપણી વચ્ચે નથી. મહેશ ભાઈની વિદાયનો આઘાત હજુ તાજો જ હતો, ત્યા અધુરી થયેલી જોડી પુરી કરવા નરેશભાઈ તેમની પાછળ ચાલી નીક્ળ્યા હતા. અડઘી સદીથી વધુ ગુજરાતીઓને મનોરંજન પુરૂ પાડનાર સંગીત બેલડી હવે સ્વર્ગમાં ધૂમ મચાવશે.