અમદાવાદઃ અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં બનેલી આગની ગોઝારી ઘટનાએ તમામ લોકોને કંપાવી નાખ્યા છે. અમદાવાદમાં બનેલી આ ગોઝારી ઘટનાને બાદ તંત્ર અને પ્રશાસન હરકતમાં આવ્યું હતું.
શ્રેય હોસ્પિટલ આગની ગોઝારી ઘટનાને લઈ કોંગ્રેસ ધારાસભ્યોએ સરકાર પર લગાવ્યાં આક્ષેપો - કોવિડ19
ગત રાત્રે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમા લાગેલી આગમાં કોરોનાની સારવાર લઇ રહેલાં દર્દીઓના મોતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયાં હતાં. આગમાં 8 દર્દીના મોત નીપજ્યાં છે. કોંગ્રેસના નેતાઓ મૃતક પરિવારોના ઘરે સાંત્વના આપવા આવ્યાં હતાં. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે હોસ્પિટલની આગની ઘટનાને લઇને સરકાર પર આક્ષેપો કર્યાં હતાં. આગ પહેલાં જ કેમ તમામ સ્તરે તપાસ કરીને પરમિશન આપવામાં આવતી નથી તેવા સવાલ પણ ઉઠાવ્યાં હતાં.
![શ્રેય હોસ્પિટલ આગની ગોઝારી ઘટનાને લઈ કોંગ્રેસ ધારાસભ્યોએ સરકાર પર લગાવ્યાં આક્ષેપો શ્રેય હોસ્પિટલ આગની ગોઝારી ઘટનાને લઈ કોંગ્રેસ ધારાસભ્યોએ સરકાર પર લગાવ્યાં આક્ષેપો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8314791-thumbnail-3x2-shrey-congress-7208977.jpg)
હોસ્પિટલને હાલ સીલ કરી દેવામાં આવી છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ મૃતક પરિવારના ઘેર પહોંચ્યાં હતાં. તે દરમિયાન સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોઈ ઘટના બને ત્યાર બાદ જ તંત્ર શા માટે હરકતમાં આવતું હોય છે. શા માટે તંત્ર પહેલેથી જ કોઇ તકેદારી લેવામાં આવતી નથી. અમદાવાદ શહેરમાં 45 હોસ્પિટલોને covid માટેની પરમિશન આપવામાં આવી છે, પરંતુ તેમાં કેટલી હોસ્પિટલોની ફાયર noc છે કે નહીં, તેની તે અંગે પણ તપાસ કરવામાં શા માટે આવતી નથી તેવા અનેક સવાલો સરકાર ઉપર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર લગાવ્યાં હતાં.