ગુજરાત

gujarat

કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બેદરકારી હોવાનો કર્યો આક્ષેપ

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે કોંગ્રેસ પક્ષે વધુ એક આગેવાન નેતા ગુમાવ્યા છે. બહેરામપુરાના કોર્પોરેટર બદરૂદ્દીન શેખના અવસાન બાદ કોંગ્રેસના આક્રમક નેતા હબીબ મેવનું રવિવારે સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. જેથી કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સિવિલમાં બેદરકારીનો આક્ષેપ કર્યો છે.

By

Published : May 11, 2020, 3:39 PM IST

Published : May 11, 2020, 3:39 PM IST

ETV BHARAT
કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનો આક્ષેપ કર્યો

અમદાવાદઃ શહેર કોંગ્રેસે કોરોનાના કારણે એક યુવા નેતા ગુમાવ્યો છે. રવિવારે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના પૂર્વ સભ્ય હબીબ મેવનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. લોકડાઉન દરમિયાન નાગરિકોને સેવા કરતા તેઓ પણ સંક્રમણનો ભોગ બન્યા હતા. જેથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત સ્થિર હતી, પરંતુ શનિવાર સાંજે તકલીફ થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનો આક્ષેપ કર્યો

હબીબ મેવની ગણતરી લડાયક યુવા નેતા તરીકે થતી હતી. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના કાર્યકાળ દરમિયાન તેઓ અનેક ભ્રષ્ટાચાર બહાર લાવ્યા હતા. જેના કારણે શાસકપક્ષને પ્રથમ વખત માત્ર અઢી વર્ષમાં જ સ્કૂલ બોર્ડ ચેરમેન અને કમિટી સભ્યો બદલવાની ફરજ પડી હતી. હબીબ મેવ કૉલેજકાળથી જ રાજકારણમાં સક્રિય હતા અને NSUI સાથે સંકળાયેલા હતા. તેમના રાજકીય ગુરૂ જે.વી.મોમીન હતા.

ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યો કે, એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર આપવામાં આવતી નથી. ETV BHARAT સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, કોરોના વાઇરસને લઈ દરરોજના કેટલાય દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થતાં હોય છે. ભયંકર રોગથી બચાવવાની જગ્યાએ હોસ્પિટલ તંત્ર દ્વારા તેમને યોગ્ય સારવાર આપવામાં આવતી નથી. સારવારમાં લાલીયાવાડી કરવામાં આવે છે. જેથી તેમણે સરકારના યોગ્ય અને નક્કર પગલાં લઈ દર્દીઓને યોગ્ય સારવાર આપે તેવી માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details