fઅમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) પહેલા કૉંગ્રેસ ધારાસભ્યની સાથે જિલ્લા પંચાયત નેતાઓ પણ હવે કૉંગ્રેસનો (Gujarat Congress Latest News) સાથ છોડી રહ્યા છે.આજ ખેડા જિલ્લાના વિપક્ષ નેતા ઉદેસિંહ ચૌહાણ આમ આદમી પાર્ટીમાં (Udesinh Chauhan joins Aam Aadmi Party) જોડાયા છે. ચૂંટણી પહેલા રાજ્યમાં વિવિધ રાજકીય પાર્ટીઓએ જોડતોડની રાજનીતિ (Gujarat Political News) શરૂ કરી દીધી છે. ત્યારે વિસાવદરના ધારાસભ્યના રાજીનામા બાદ ખેડા અને બાલાસિનોર જિલ્લા પંચાયત સભ્ય તેમ જ પૂર્વ પ્રમુખે કૉંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
ભાજપમાં રાવણ જેવો અહંકાર છેઆમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા (gopal italia) જનતાને દશેરાની શુભકામના (dussehra 2022) પાઠવતાની સાથે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા કે, આજના દિવસે ભગવાન શ્રીરામે અહંકારી રાવણનો નાશ કર્યો હતો. તેના કારણે અસત્ય પર સત્યનો વિજય થયો હતો. તેવી રીતે આજના સમયમાં લોકો આશા સાથે કેજરીવાલ રાવણરૂપી ભાજપ સરકારનો અહંકાર તોડવા આવ્યા છે. ગુજરાતની જનતા પણ હવે (Gujarat Political News) ગુજરાતમાં પરિવર્તન માંગી રહી છે. લાખોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. નાના લોકોને પણ આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party Gujarat) સ્થાન આપવામાં આવી રહ્યું છે.