અમદાવાદઃ ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીનો વીડિયો વાઈરલ (Bharatsinh Solanki on Viral Video) થયો હતો. જોકે, આ અંગે ખૂલાસો કરવા માટે તેમણે પત્રકાર પરિષદ (Congress leader Bharatsinh Solanki press conference) યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરેક વાતને રાજકીય રંગ આપવામાં આવે છે. મીડિયામાં આવવાથી કોઈ વાતનો નિકાલ નથી આવતો.
વીડિયોમાં દેખાતી યુવતી સાથે હું લગ્ન કરીશ -ભરતસિંહ સોલંકીએ વાઈરલ વીડિયોમાં દેખાતી એક યુવતી અંગે જણાવ્યું હતું કે, વીડિયોમાં દેખાઈ રહેલા યુવતીનું નામ રિદ્ધિ પરમાર છે. તેમની સાથે અમારે સામાજિક અને સારા સંબંધ છે. મારે રિદ્ધિ પરમાર સાથે લગ્ન કરવા છે. એટલે હું ડિવોર્સની રાહ જોઈ રહ્યો છે. એટલે હું માનસિક ત્રાસથી છૂટવા માગું છું. જોકે, કૉંગ્રેસ હાઈકમાન્ડે આ બાબતે મારી પાસે કોઈ સ્પષ્ટતા માગી નથી. ભરતસિંહે વધુમાં ઉમેર્યું હતું કે, બંધારણ હક મુજબ તેઓ મારા ઘરમાં આવીને આવું વર્તન ન કરી શકે. આ વીડિયો અંગે કાયદાકીય પગલા લેવામાં આવે. અત્યારે થોડા સમય સુધી હું સીધી રાજનીતિમાંથી બ્રેક લેવાનો છું.
અંગત જીવનની વાત કરતા દુઃખ થાય છે - ભરતસિંહ સોલંકીએ (Congress leader Bharatsinh Solanki press conference) જણાવ્યું હતું કે, રેશ્મા સોલંકીએ અચાનક આવીને મારા ઘરનો કબજો લઈ લીધો હતો. મારા અંગત જીવનની ચર્ચા જાહેરમાં થવાથી મને દુઃખ થાય છે. ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, મારો નિર્ણય હંમેશા પાર્ટીના હિતમાં હોય છે. મેં રેશ્મા સોલંકીને 12 જૂલાઈ 2021ના દિવસે નોટીસ આપી હતી. ત્યારબાદ 19 માર્ચે તેમણે મારા મકાન પર કબજો કરી લીધો હતો. એટલે મારે મજબૂરીથી મારા જૂના મકાનમાં રહેવું પડી રહ્યું છે. જોકે, હવે 15 તારીખે અમારા ડિવોર્સ અંગે કોર્ટમાં મુદત છે.
મારી લડાઈ જૂદી છે - કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ (Congress leader Bharatsinh Solanki press conference) જણાવ્યું હતું કે, રેશ્મા સોલંકી સાથે 15 વર્ષ મેં કઈ રીતે કાઢ્યા તે મને ખબર છે. આ આખી લડાઈ જૂદા પ્રકારની છે. કેમ મને જ ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે. મને મુખ્યપ્રધાન, પ્રદેશ પ્રમુખ, કેમ્પેઈન કમિટિના સભ્ય ન બનાવવા અંગેનો પત્ર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને લખવામાં આવ્યો હતો. જોકે, મારા જીવનની સૌથી મોટી કમાણી જનતા જ છે.