ગુજરાત

gujarat

ETV Bharat / city

ઘરવાલી અને બહારવાલીની વચ્ચે ફસાયા આ કૉંગ્રેસી નેતા, પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યા અને પછી.... - Anand Ashray Bungalows

ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી ફરી એક વાર વિવાદમાં (Bharatsinh Solanki in Controversy) ફસાયા છે. આ વખતે તેમની પત્ની રેશ્મા સોલંકીએ તેમને અન્ય સ્ત્રી સાથે રંગેહાથ ઝડપી પાડ્યા (Video of Congress leader Bharatsinh Solanki goes viral) હતા. આણંદના આશ્રય બંગ્લોઝમાં ભરતસિંહ સોલંકી અન્ય સ્ત્રી સાથે એક જ ઘરમાંથી ઝડપાયા હતા.

ઘરવાલી અને બહારવાલીની વચ્ચે ફસાયા આ કૉંગ્રેસી નેતા, પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યા અને પછી....
ઘરવાલી અને બહારવાલીની વચ્ચે ફસાયા આ કૉંગ્રેસી નેતા, પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યા અને પછી....

By

Published : Jun 1, 2022, 1:13 PM IST

Updated : Jun 12, 2022, 6:42 PM IST

અમદાવાદઃ ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી ફરી એક વાર વિવાદમાં (Bharatsinh Solanki in Controversy) ફસાયા છે. કારણ કે, આ વખતે તેમનાં પત્ની રેશ્મા સોલંકીએ ભરતસિંહને અજાણી યુવતી સાથે એક જ ઘરમાંથી ઝડપી પાડ્યા હતા. ભરતસિંહ અન્ય સ્ત્રી સાથે આણંદના આશ્રય બંગ્લોઝમાં (Anand Ashray Bungalows) જોવા મળ્યા હતા. તો અહીં તેમનાં પત્ની રેશ્મા સોલંકી અચાનક પહોંચી જતાં ભરતસિંહનો ભાંડો ફૂટી ગયો હતો. જોકે, આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ (Video of Congress leader Bharatsinh Solanki goes viral) થઈ રહ્યો છે.

આ પણ વાંચો-કોરોનાથી સ્વસ્થ થયા બાદ ભરતસિંહ સોલંકીનું વર્તન બદલાયું :પત્ની રેશ્મા

ભરતસિંહ સોલંકીનો વીડિયો વાઈરલ - વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ભરતસિંહ સોલંકી ઘરનો દરવાજો ખોલે છે અને બહાર તેમનાં પત્ની રેશ્મા સોલંકી ઊભાં છે. જેવા તેઓ ઘરની અંદર જાય છે. ત્યારે ભરતસિંહ અને તેમનાં પત્ની વચ્ચે ઝપાઝપી (Bharatsinh Solanki in Controversy) થાય છે. કૉંગ્રેસના આ દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનું અન્ય સ્ત્રી (Video of Congress leader Bharatsinh Solanki goes viral) સાથે પકડાવવું એ કૉંગ્રેસની છબીને નુકસાન પહોંચાડી શકે છે.

મારા જેવી દશા તારી પણ થશે -કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા સોલંકી આ વીડિયોમાં અન્ય સ્ત્રીને કહી રહ્યા છે કે, તે મારો નથી થયો. તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી. મારા જેવી દશા તારી પણ થશે.રેશ્મા સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, ભરતસિંહની આ ગેરવર્તણૂક અંગે મેં કૉંગ્રેસના ઉચ્ચ નેતાઓને પણ અનેક રજૂઆત કરી છે. તેમ છતાં કોઈ નિવેડો નથી આવ્યો. સાથે જ ભરતસિંહ સોલંકી તેમને છૂટાછેડા આપવા દબાણ કરતા હોવાનો પણ ભરતસિંહ પર આક્ષેપ (Bharatsinh Solanki in Controversy) કર્યો હતો.

નેતાનો પારિવારિક ઝઘડો પહોંચ્યો ચરમસીમાએ- કૉંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો પારિવારિક ઝઘડો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અગાઉ પણ આ દંપતીનો આંતરિક વિખવાદ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. ત્યારે હાલમાં જ ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki in Controversy) અન્ય સ્ત્રી સાથે પકડાતા તેમનાં પત્ની રેશ્મા સોલંકીએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. તો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Video of Congress leader Bharatsinh Solanki goes viral) પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. જોકે, ETV Bharat આ વીડિયોની કોઈ પુષ્ટિ કરતું નથી.

રાજકારણ ગરમાયું - ભરતસિંહ સોલંકીના આ વાઈરલ (Video of Congress leader Bharatsinh Solanki goes viral) વીડિયોથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. મહત્વની વાત એ છે કે, જે પ્રકારે ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે. તેના પછી જિલ્લા કૉંગ્રેસના હોદ્દેદારો-કાર્યકરો અને ધારાસભ્ય સહિતના આગેવાનોનો વિદ્યાનગર રોડ પર આવેલા આશ્રય બંગ્લોઝના નાકા પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવા દ્રશ્યો સ્થાનિક સ્તરે કુતૂહલ સર્જાયું હતું. ત્યારે સભ્ય સમાજમાં પતિ-પત્ની અને વોના વિવાદમાં જિલ્લા કૉંગ્રેસના દિગ્ગજ ખેલાડીઓ અને કાર્યકરો કયા કારણે એકત્ર થયા હતા. તે સમગ્ર મુદ્દે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

Last Updated : Jun 12, 2022, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details