ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ સરકાર પર કર્યા પ્રહાર, કોરોના પોઝિટિવ આંકડાને લઈ આક્ષેપ - કોરોના પોઝિટિવ

રાજ્યમાં છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો નવા 247 કેસ કોરોના વાયરસના નોંધાયાં છે અને કોરોનાના અહીં 2000થી વધુ કેસ નોંધાઇ ચૂક્યાં છે તો મૃત્યુઆંક પણ 150ને પાર પહોંચ્યો છે ત્યારે આ મામલે હવે રાજકારણમાં આરોપ-પ્રતિઆરોપ શરૂ થયાં છે. કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ સરકાર પર આરોપ લગાવ્યાં છે.

કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ સરકાર પર કર્યા પ્રહાર, કોરોના પોઝિટિવ આંકડાને લઈ આક્ષેપ
કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ સરકાર પર કર્યા પ્રહાર, કોરોના પોઝિટિવ આંકડાને લઈ આક્ષેપ

By

Published : Apr 28, 2020, 6:39 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસ ગુજરાતમાં કેવી રીતે ફેલાયો તેને લઈને હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વૈશ્વિક મહામારી કોરોનાને લઈને સરકાર પર આરોપ પ્રતિઆરોપો લગાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ સરકાર પર આરોપ લગાવ્યાં છે કે, ગુજરાતમાં કોરોનાના ટેસ્ટ ઘટાડવામાં આવ્યા છે. 18થી 24 એપ્રિલ વચ્ચે ગુજરાતમાં 5400થી 8200 ટેસ્ટ થયા છે, તો અચાનક દરરોજ 3000 ટેસ્ટ કેમ કરવામાં આવી રહ્યા છે. સરકાર ટેસ્ટની સંખ્યા હવે ઘટાડીને પોઝિટીવ આંકડો ઓછો બતાવવા માગે છે.

કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ સરકાર પર કર્યા પ્રહાર, કોરોના પોઝિટિવ આંકડાને લઈ આક્ષેપ

આ સાથે જ તેમણે લખ્યું હતું કે, કોરોના વાયરસના આંકડા છૂપાવવા માટે ગુજરાતમાં ઓછાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. કેરળ અને રાજસ્થાનમાં કોરોના વાયરસના સૌથી વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે અને ત્યાં સ્થિતિ કાબૂમાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ઓછા ટેસ્ટ થાય છે, જેના કારણે પોઝિટીવ કેસોની સંખ્યા ઓછી દર્શાવવામાં આવી રહી છે. રાજ્યમાં લૉકડાઉન હોવા છતા વધુ કેસ આવે છે. ધાનાણીએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, ગુજરાત સરકાર કોમવાદ ફેલાવી રાજકીય ફાયદો શોધે છે. કોરોના સંક્રમણ સરકાર માટે કોમવાદ ફેલાવવાનું બની રહ્યું છે અને કોમવાદ ફેલાવી રાજકીય ફાયદો મેળવવો આપના માટે અનુકૂળ હશે તેવો આરોપ મૂક્યો હતો.

ગુજરાતમાં 24 કલાકમાં થયેલા 2484 ટેસ્ટમાંથી વધુ 247 પોઝિટિવ રિપોર્ટ મળતા કોવિડ-19ના કેસોની સંખ્યા 3548એ પહોંચી છે. સોમવારે સાંજે જાહેર કરવામા આવેલા મેડિકલ બુલેટિનમાં પહેલીવાર એક જ દિવસે અમદાવાદમાં 72 સમેત રાજ્યમાં 81 દર્દીઓને ડિસ્ચાર્જ મળતા અત્યાર સુધીમાં સાજા થઈને ઘરે જનારા નાગરીકોની સંખ્યા 394એ પહોંચી છે. વીતેલા 24 કલાકમાં 11 પોઝિટિવ દર્દીઓએ દમ તોડતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 162 થયો છે.

ABOUT THE AUTHOR

...view details