- રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારા પર રાજકારણ ગરમાયું
- કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ સરકાર પર કર્યા પ્રહાર
- કોરોનાનો આ બીજો તબક્કો વધારે ભયાવહ છે
અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે, કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ સરકાર પર પ્રહાર કર્યા હતા. અર્જૂન મોઢવાડિયાએ કહ્યું, કોરોનાનો આ બીજો તબક્કો વધારે ભયાવહ છે. કોરોના વેક્સિનનું રાજનીતિકરણ થઇ રહ્યું છે. સંસદ-વિધાનસભામાં કોરોના અંગે કોઇ ગંભીર ચિંતા પણ કરાઈ રહી નથી. જો સરકાની કામગીરી આ રીતે જ ચાલશે તો, આગામી 4 અઠવાડિયામાં સ્થિતિ વધુ ગંભીર બનશે.
આ પણ વાંચો:અમદાવાદમાં કોરોના પ્રકોપ: શહેરના માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ધરખમ વધારો કરાયો
રેમડેસિવિર મુદ્દે અર્જૂન મોઢવાડિયાનું નિવેદન
રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે પણ અર્જૂન મોઢવાડિયાએ સરકારને આડે હાથ લીધી હતી. કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે આક્ષેપ કર્યા કે, સરકારની નજર હેઠળ કાળાબજારી ચાલી રહી છે. સરકાર જાણે છે કે ઇન્જેક્શનની કાળાબજારી થાય છે. સરકાર બધું જાણતી હોવા છતાં પણ લૂંટ ચલાવા દે છે. નાના શહેરોમાં તો રેમડેસિવિર ઈન્જેકશન ઉપલબ્ધ જ નથી. તમામ જગ્યાઓ પર રેમડેસિવિર ઉપલબ્ધ કરાવવાની માગમી કરી છે.
અમદાવાદ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ ફુલ
કોરાનાની વાત કરીએ તો, અમદાવાદની સ્થિતિ રોજબરોજ ખરાબ થઈ રહી છે. જેનું એક ઉદાહરણ અમદાવાદની સરકારી હોસ્પિટલો કોરોનાના કેસથી ઉભરાઈ રહી છે. હાલ 100માંથી 30 અમદાવાદી કોરોના પોઝિટીવ આવી રહ્યા હોવાનો ક્યાસ મંડાઈ રહ્યો છે. અમદાવાદ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ ફુલ થઈ ગઈ છે. 1200 બેડની હોસ્પિટલમાં ICU બેડની અછત ઉભી થઈ છે. હોસ્પિટલ તંત્રએ SRP અને પોલીસનો બંદોબસ્ત માંગ્યો છે. બેડ ન મળતા દર્દીઓના પરિવારજનો હોબાળો ન કરે તે માટે બંદોબસ્ત માંગ્યો છે. સિવિલમાં મોડી રાતથી પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.
આ પણ વાંચો:રાજ્યમાં કોરોના બેકાબૂઃ ટેસ્ટિંગથી માંડીને વેક્સિનેશનની જવાબદારી PMOએ કૈલાસનાથનને સોંપી
કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાના સરકાર પર પ્રહાર
કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયા સરકાર પર કોરોના મુદ્દે ટિપ્પણી કરી છે. અર્જૂન મોઢવાડિયાએ કહ્યું, હવે ગામડાઓમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સરકાર RT-PCR કરવાને બદલે એન્ટીજન ટેસ્ટ વધારે કરાઈ રહ્યા છે. સરકાર કેસના સાચા આંકડા સામે આવવા દેતી ન હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. 1200 બેડની હોસ્પિટલમાં હજારથી વધુ દર્દીઓ છે. હોસ્પિટલોમાં જૂજ પથારીઓ જ ખાલી રહી છે. અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં વેન્ટિલેટરવાળા બેડ ઉપલબ્ધ નથી. તો 6 એપ્રિલના દિવસે ભાજપની સ્થાપના દિવસની ઉજવણી મુદ્દે પણ અર્જૂન મોઢવાડિયા પણ આક્ષેપ કર્યા છે. કોરોનાના સંક્રમણ વચ્ચે પણ ભાજપના સ્થાપના દિનની ઉજવણી 35 જગ્યા પર કરાઇ છે. તો બીજી તરફ લોકોને વેપાર ના કરવા આદેશ અપાઈ રહ્યો છે.