ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસે "કારકિર્દીના ઊંબરે ધોરણ-12 પછી શું" ઇ પુસ્તક ઓનલાઈન લોન્ચ કર્યું - ગુજરાત કોંગ્રેસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સતત પંદરમે વર્ષે 'કારકિર્દીના ઊંબરે ધોરણ 12 પછી શું' નામની પુસ્તિકાનું બૂક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના આગેવાનોની હાજરીમાં બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસે "કારકિર્દીના ઊંબરે ધોરણ-12 પછી શું" ઇ પુસ્તક ઓનલાઈન લોન્ચ કર્યું
કોંગ્રેસે "કારકિર્દીના ઊંબરે ધોરણ-12 પછી શું" ઇ પુસ્તક ઓનલાઈન લોન્ચ કર્યું

By

Published : Jun 17, 2020, 4:25 PM IST

અમદાવાદઃ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા તૈયાર કરવામાં આવેલા એ પુસ્તિકા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો દ્વારા આજે વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઈ પુસ્તિકા દ્વારા સમાજનો યુવાવર્ગ ભાવિ કારકિર્દીની ઘડીને દેશના વિકાસમાં સહભાગી બનશે તેઓ વિશ્વાસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસે "કારકિર્દીના ઊંબરે ધોરણ-12 પછી શું" ઇ પુસ્તક ઓનલાઈન લોન્ચ કર્યું
તો બીજી તરફ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, હંમેશા યુવાનો માટે પથદર્શક બનતી આવી જ છે. જીવનના ઘડતરમાં શિક્ષણનું આગવું મહત્વ છે. રાજ્યના યુવાનો ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો. પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, વર્ષોથી કોંગ્રેસ દ્વારા યુવાનો માટે પ્રસિદ્ધ કરવામાં આવેલી પુસ્તિકા હવે ટેકનોલોજીના યુગમાં સ્વરૂપ ધારણ કર્યું છે જે તમામ યુવાનોને ખૂબ જ મદદરૂપ બની રહેશે.ધોરણ-12 પછી કઈ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવ્યો તેની ઝીણામાં ઝીણી વિગતો સાથેનું સંપૂર્ણ માર્ગદર્શન આપતા પુષ્ટિ કરતાં તેમણે કહ્યું કે, ભૂતકાળમાં ભાજપના જ લોકો દ્વારા કોંગ્રેસની આ પુસ્તિકાની નકલ કરી વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ તમામ નેતા અને આગેવાનોએ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી અને તેમની ટીમને આ કાર્ય બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details