- ગુજરાત કોંગ્રેસ નીકાળશે કોવિડ19 ન્યાય યાત્રા
- કોરોના મહામારીમાં સરકારી કામગીરી પર અમિત ચાવડાના પ્રહાર
- સરકાર શરમને બદલે ઉજવણી કરે છે : ચાવડા
અમદાવાદઃ કોંગ્રેસની આગામી 2 મહિના સુધી દરેક ગામ, શહેર અને તાલુકામાં ન્યાય યાત્રા યોજાશે. કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારજનને ચાર લાખ રૂપિયાના વળતરની માગ કરવામાં આવશે. વર્ચ્યુઅલ મેમોરિયલ પણ બનાવવામાં આવશે. કોંગ્રેસના કાર્યકર મૃતકના પરિવારજનને જઈને મળશે. કુલ ચાર માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. ન્યાય યાત્રા સરકારની કામગીરીને ખુલ્લી પાડશે.અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય રાજીવ ગાંધી ભવન ખાતે પ્રમુખ અને વિપક્ષ નેતાની આગેવાનીમાં ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ હાજરીમાં બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ જનઆર્શીવાદ યાત્રા સામે કોવિડ ન્યાય યાત્રાની જાહેરાત કરી હતી. આ યાત્રામાં ચાર મુદ્દાઓ પર રહેશે.
- કોરોના પીડિતોના પરિવારજનોને લાખની સહાયની માગણી કરાશે
- કોરોના કાળમાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીના પરિવાર સભ્યને રહેમરાહ હેઠળ સરકારી નોકરી આપવી
- સરકાર દ્વારા કોરોનામા સરકારી ખર્ચે સારવારના મળી શકી હોય તેવા માધ્ય અને ગરીબ પરિવારના સભ્યોના પ્રાઇવેટ હોસ્પિટલના બિલની ચૂકવણી રૂપાણી સરકાર દ્વારા થાય
- કોરોના મહામારીમાં ગુજરાત સરકારની બેદરકારીથી મૃત્યુ પામેલા લોકોની સાચા માહિતી મેળવી ઉપરોક્ત બાબતે ન્યાયિક તપાસ થાય
કોંગ્રેસ તમામ પરિવારના ડેટા તૈયાર કરી સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવા માટે સોશિયલ માધ્યમથી કોરોના કોવિડ વર્ચ્યુલ મેમોરિયલ બનાવશે. ભાજપ સરકાર સંપૂર્ણ રીતે કોવિડ મહામારીની કામગીરી કરવા નિષ્ફળ રહી છે. આરોગ્ય સેના ઉભી કરવાના બદલે સરકાર માત્ર થાળીદીવડા કરી ઉજવણી કરી છે. અમારો કાર્યક્રમ રાજકીય નહી પણ સામાજિક છે. કોંગ્રેસ સત્તા નહી પણ જનસેવા છે
કોંગ્રેસ રાજ્યની 250 તાલુકા પંચાયત, 156 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકા અભિયાન ચલાવશે . ભાજપની જનઆર્શિવાદ યાત્રા સામે ન્યાય યાત્રા કરી કોંગ્રેસ 2022 તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે 2022ની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે હવે 2022માં કોંગ્રેસ પ્રજાના મુદ્દાને લઈને સરકારને ઘેરવવાના મૂડમાં છે.
ચાવડા સામે આકરેપાણીએ ઉકળ્યાં નાયબ સીએમ નીતિન પટેલ
આગામી સમયમાં ભાજપના જનયાત્રા સંમેલન બાબતે રાજ્યમાં રાજનીતિનો માહોલ ગરમાયો છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના નિવેદન બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તેમના ઉપર આકરા પ્રહારો કર્યા હતાં.