ગુજરાત

gujarat

ETV Bharat / city

ખેડૂતોના મુદ્દે કોંગ્રેસે મગરના આંસુ વહાવ્યા, ભાજપે સાચું કામ કર્યું: રૂપાણી - bjp

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુરુવારે દાવો કર્યો હતો કે, કોંગ્રેસ ઘણા વર્ષોથી ખેડૂતો માટે મગરના આંસુ વહાવતી હતી. જ્યારે ખેડૂતોના કલ્યાણ માટેનું વાસ્તવિક કામ ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારો દ્વારા કરવામાં આવ્યું હતું. રૂપાણીએ કચ્છ જિલ્લાના ભુજ નગર ખાતે એક સભાને સંબોધતા આરોપ લગાવ્યો હતો કે, ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાન વિરોધ કરી રહેલા ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના કારણે મોત થયા હતા.

ખેડૂતોના મુદ્દે કોંગ્રેસે મગરના આંસુ વહાવ્યા, ભાજપે સાચું કામ કર્યું: રૂપાણી
ખેડૂતોના મુદ્દે કોંગ્રેસે મગરના આંસુ વહાવ્યા, ભાજપે સાચું કામ કર્યું: રૂપાણી

By

Published : Aug 6, 2021, 11:55 AM IST

  • કોંગ્રેસ ઘણા વર્ષોથી ખેડૂતો માટે મગરના આંસુ વહાવતી હતી.
  • વાસ્તવિક કાર્ય ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યું
  • કોંગ્રેસના શાસન દરમિયાન વિરોધ કરી રહેલા ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો

અમદાવાદ: ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુરુવારે દાવો કર્યો હતો કે, કોંગ્રેસ ઘણા વર્ષોથી ખેડૂતો માટે મગરના આંસુ વહાવતી હતી. જ્યારે ખેડૂતોના કલ્યાણ માટેનું વાસ્તવિક કાર્ય ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાના ભુજ નગર ખાતે એક સભામાં તેમણે આરોપ લગાવ્યો કે, ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાન ખેડૂતોને વિરોધ કરવા પર કાઢી મુકવામાં આવ્યા હતા. જેના કારણે મોત થયા હતા.

કોંગ્રેસે ખેડૂતોની દુર્દશા માટે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું

આનંદીબેન પટેલના રાજીનામા બાદ 7 ઓગસ્ટ 2016ના રોજ રૂપાણી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ પણ આ પદ પર રહ્યા. ઉલ્લેખનીય છે કે કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં હજારો ખેડૂતો નવેમ્બર 2020થી દિલ્હીની સરહદો પર પડાવ નાખેલો છે. કોંગ્રેસે ખેડૂતોની દુર્દશા માટે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.

ખેડૂતો ભારે દેવાના બોજ હેઠળ હતા અને આત્મહત્યા કરવા મજબૂર હતા

રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ હંમેશા ખેડૂતોના નામે મગરના આંસુ વહાવે છે. હકીકતમાં તેમના શાસન હેઠળ ખેડૂતો ભારે દેવાના બોજ હેઠળ હતા અને આત્મહત્યા કરવા મજબૂર હતા. મુખ્યપ્રધાનએ આરોપ લગાવ્યો, "ખેડૂતો તમારી વાસ્તવિકતા જાણતા હતા. તેથી તાજેતરની પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. તમારા (કોંગ્રેસ) શાસન હેઠળ પાક વીમાની સમયસર ચૂકવણીની માંગણી કરનારા ખેડૂતોને કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ હંમેશા ખેતી લોન માફીની વાત કરે છે, ત્યારે UPએ શાસનના 10 વર્ષમાં માત્ર એક જ વખત ખેડૂતોની 70,000 કરોડની લોન માફ કરવામાં આવી હતી.

પાંચ વર્ષમાં ખેડૂતોને 8,00,000 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું

રૂપાણીએ કહ્યું, "બીજી બાજુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર 'કિસાન સન્માન નિધિ' યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના બેંક ખાતામાં 6,000 રૂપિયા જમા કરાવી રહી છે. માત્ર પાંચ વર્ષમાં દેશભરના ખેડૂતોને 8,00,000 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અગાઉની કોંગ્રેસની સરકારોનો ઉલ્લેખ કરતા રૂપાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતો કૃષિ લોન પર 18 ટકા વ્યાજ આપતા હતા. જે હવે રાજ્યની ભાજપ સરકારે ઘટાડીને શૂન્ય કરી દીધા છે.

અત્યાર સુધીમાં 9,000 કરોડ રૂપિયાનું વિતરણ

મુખ્યપ્રધાનએ કહ્યું કે, "ખાનગી વીમા કંપનીઓ વીમાની રકમ સમયસર ચૂકવતી ન હોવાથી મારી સરકારે પાક વીમાના વિકલ્પ તરીકે 'કિસાન કલ્યાણ યોજના' શરૂ કરી અને અત્યાર સુધીમાં 9,000 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે. થોડા વર્ષોથી કોલસાના ભાવમાં ક્રમશ વધારો થવા છતાં અમે ભાજપના 25 વર્ષના શાસનમાં ગુજરાતમાં કૃષિ જોડાણો માટે વીજળીના દરમાં ક્યારેય વધારો કર્યો નથી.

આ પણ વાંચો:સંવેદનશીલ સરકારનો નિર્ણય, રૂપાણી સરકાર આવી અનાથ બાળકોની વ્હારે

મુખ્યપ્રધાનએ અન્ય 1,400 ગામો માટે 'કિસાન સૂર્યોદય યોજના' શરૂ કરી

કોંગ્રેસના શાસન દરમિયાન ગામડાઓ અને ખેડૂતોને વીજળીના જોડાણોથી વંચિત રાખવામાં આવ્યા હોવાનો દાવો કરતા રૂપાણીએ જણાવ્યું હતું કે, તેમની સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 5.5 લાખ કૃષિ જોડાણોની સુવિધા આપી છે અને ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. આ પ્રસંગે મુખ્યપ્રધાનએ અન્ય 1,400 ગામો માટે 'કિસાન સૂર્યોદય યોજના' શરૂ કરી. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં આ યોજના હેઠળ 5,000 ગામોને આવરી લેવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર 2022ના અંત સુધીમાં તમામ 18,000 ગામોને આ હેઠળ આવરી લેવાની યોજના ધરાવે છે.

આ પણ વાંચો:સાહેબ ! મારે ડોક્ટર બનીને લોકોની સેવા કરવી છે' મુખ્યપ્રધાન સાથે બાળકોનો સંવેદનાસભર સંવાદ

દૈનિક વીજ પુરવઠો પૂરો પાડવાના હેતુથી ગયા વર્ષે યોજના શરૂ કરી

રાજ્ય સરકારે ખેડૂતોને સિંચાઈ માટે દૈનિક વીજ પુરવઠો પૂરો પાડવાના હેતુથી ગયા વર્ષે આ યોજના શરૂ કરી હતી. રૂપાણીએ કચ્છ જિલ્લામાં કૃષિ કોલેજ અને પશુ ચિકિત્સા કોલેજની યોજનાઓની પણ જાહેરાત કરી હતી, જેમાં રાજ્યમાં સૌથી વધુ પશુઓ છે.

ABOUT THE AUTHOR

...view details