અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં ગુજરાત કૉંગ્રેસ દ્વારા ખેડૂત આગેવાનો, તત્વ ચિંતકો, સમાજસેવી સાથે રાખીને જન અધિકાર સત્યાગ્રહ (Congress Jan Adhikar Satyagrha) કરવામાં આવશે. જન અધિકારી સત્યાગ્રહ મળેલી બેઠકમાં ગોચર જમીન વેચી નાખવી, સરકારી પરીક્ષામાં કૌભાંડ, મધ્યાહન ભોજન, ખરાબ કઠોળ જેવા બાબતની પર ચર્ચા (Election programs of Gujarat Congress)કરવામાં આવી હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ બદલી સરદાર પટેલ સ્ટેડિયમ રાખવામાં આવે તેવી માંગ -જન અધિકાર સત્યાગ્રહની (Congress Jan Adhikar Satyagrha) બેઠકમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ (Narendra Modi Stadium Name) બદલી સરદાર પટેલ રાખવાની માગ ઉઠી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશના સપૂત હતા. જેમણે પોતાનું સમગ્ર જીવન દેશના હિત માટે સમર્પિત કરી દીધું હતું. આ મહાપુરુષનો ઇતિહાસ વધુને વધુ લખાવો જોઇએ પરંતુ ભાજપ સરકારે ભૂંસવાનો પ્રયત્ન કર્યો છે. જેથી 12 જૂનના (Congress has decided to rally on June 12) રોજ બારડોલીથી રેલી યોજી (Congress Bardoli Ahmedabad Rally on 12th June) અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ આવી સરદારનું સ્મારક બનાવવામાં આવે તેવી માગણી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા સાથે બ્લેક પેપર ઇસ્યૂ કરશે, શું હશે તેમાં જાણો