ગુજરાત

gujarat

ETV Bharat / city

ચૂંટણી લડવી હોય તો મોકલો બાયોડેટા, કોંગ્રેસની ખુલ્લી ઓફર - ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનીંગ કમિટી

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને કોંગ્રેસે પોતાની તૈયારી ચાલું કરી દીધી છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં આવતા કોંગ્રેસને પેટમાં ફાળ પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આથી, કોંગ્રેસે પણ પોતાની મહેનતમાં વધારો કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાંથી ધારાસભ્યની ચૂંટણી લડવા માંગતા તમામ ઇચ્છુક લોકોનો બાયોડેટા મંગાવવામાં આવ્યા છે. જેમાં સીટીંગ ધારાસભ્યોને બાકાત રાખવામાં આવ્યા છે. Congress invites biodata poll aspirants

કોંગ્રેસે ગુજરાતમાં ચૂંટણી ઇચ્છુકો પાસેથી બાયોડેટા મંગાવ્યા
કોંગ્રેસે ગુજરાતમાં ચૂંટણી ઇચ્છુકો પાસેથી બાયોડેટા મંગાવ્યા

By

Published : Sep 7, 2022, 10:31 PM IST

અમદાવાદ:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક મહત્વનું પગલુ ભરવામાં આવ્યું છે. ગુજરાતમાં તેના ઘટતા જુવાળને બચાવવા માટે સંઘર્ષ કરી રહેલી અને આક્રમક AAPનો સામનો કરી રહેલી કોંગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022) લડવા આતુર લોકોના બાયોડેટા મંગાવ્યા છે. જોકે વર્તમાન ધારાસભ્યોને આ શરતમાંથી મુક્તિ આપી છે. આ સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ટીકીટ વિતરણમાં યુવાનો, મહિલાઓ અને સ્વચ્છ છબી ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. Congress invites biodata poll aspirants

કાર્યકર્તાઓના બાયોડેટા સબમિટ :કોંગ્રેસ સપ્ટેમ્બરના અંત સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી ધારણા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ઉમેદવારોએ 12 સપ્ટેમ્બર પહેલા સંબંધિત જિલ્લા પાર્ટી કાર્યાલયમાં તેમના બાયોડેટા સબમિટ કરવાના રહેશે. ગુજરાત એકમની સ્ક્રીનીંગ કમિટીએ મંગળવારે યોજેલી બેઠકોમાં નક્કી થયા મુજબ, જિલ્લા એકમોએ આ બાયોડેટા 15 સપ્ટેમ્બર પહેલા પાર્ટી હેડક્વાર્ટરમાં સબમિટ કરવાના રહેશે, ત્યારબાદ સ્ક્રિનિંગ કમિટીઉમેદવારોને આખરી ઓપ આપવા માટે વધુ વિચાર-વિમર્શ શરૂ કરી શકશે. (Gujarat Congress Decision)

નિયુક્ત સ્ક્રિનિંગ કમિટીની રચના :ઠાકોરે કહ્યું કે, "ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિ આ બાયોડેટાની ચકાસણી કર્યા પછી સંભવિત ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે 18 સપ્ટેમ્બરના રોજ બેઠક કરશે. દરેક મતવિસ્તાર માટે ઉમેદવારોની એક પેનલ તૈયાર કરવામાં આવશે. 21, 22 અને 23 સપ્ટેમ્બરના રોજ, અમારી સ્ક્રીનીંગ કમિટી બેઠકો યોજશે. રાજ્યના પક્ષના નેતાઓ ઉમેદવારોને અંતિમ રૂપ આપશે. ઉમેદવારોની યાદી મંજૂર કરતા પહેલા, કેરળના ધારાસભ્ય રમેશ ચેન્નીથલાની આગેવાની હેઠળની ગુજરાત માટે AICC દ્વારા નિયુક્ત સ્ક્રિનિંગ કમિટી ત્રણ દિવસ સુધી ઝોનલ અને વિધાનસભાના પ્રભારીઓ, લોકસભાના પ્રભારીઓ અને પક્ષના અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે.

સીટીંગ ધારાસભ્યો બાકાત :પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, "સીટીંગ ધારાસભ્યોએ કોઈ બાયોડેટા સબમિટ કરવાના નથી. તેમણે ચેતવણી આપી હતી કે, ધારાસભ્યો પોતાના સમર્થકોનેં લઈને પાર્ટી પાસે ન આવે, જો તેઓ સમર્થકોને સાથે લાવીને નેતૃત્વ પર દબાણ લાવવાનો પ્રયાસ કરશે તો પક્ષ ઉમેદવારના દાવાને નકારી કાઢવાનું વિચારી શકે છે.

ત્રણ સભ્યોની સ્ક્રીનીંગ કમિટી :ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ ઓગસ્ટમાં આ વર્ષે ડિસેમ્બરમાં થનારી ગુજરાત ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે ત્રણ સભ્યોની સ્ક્રીનીંગ કમિટીની રચના કરી હતી. ચેન્નીથલાને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા શિવાજીરાવ મોઘે અને દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય જય કિશન તેના સભ્યો છે. જગદીશ ઠાકોર ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા સ્ક્રીનીંગ કમિટીના હોદ્દેદારો છે.

ડેમેજ કંટ્રોલ કમિટીઓની રચના :ઠાકોરે જણાવ્યું હતું કે, મંગળવારે યોજાયેલી બેઠકમાં સામાન્ય રીતે ટિકિટોની વહેંચણી પહેલાં અને પછી જે સમસ્યાઓ ઊભી થાય છે, તેના ઉકેલ માટે જિલ્લાથી AICC સ્તર સુધી "ડેમેજ કંટ્રોલ કમિટીઓ" રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાતની દ્વિધ્રુવી રાજનીતિ :કોંગ્રેસે 2017ની ગુજરાત ચૂંટણીમાં 182 સભ્યોની વિધાનસભામાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ને 99 સુધી મર્યાદિત કરીને તેની સંખ્યા વધારીને 77 કરી હતી. જો કે, કોંગ્રેસના ઘણા ધારાસભ્યો વર્ષોથી ભાજપ તરફ વળ્યા છે. ગુજરાતની દ્વિધ્રુવી રાજનીતિમાં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP)નો પ્રવેશ ચૂંટણીના પરિણામોને અમુક હદ સુધી પ્રભાવિત કરવાની પણ ભાળ પેદા કરે છે.

AAP ચૂંટણીને લઈને આક્રમક :AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે મહિલાઓ અને બેરોજગારો માટે ભથ્થાં, મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આરોગ્યસંભાળ અને 300 યુનિટ સુધીની મફત વીજળી સહિતની બહુવિધ "ગેરંટી" જાહેર કરી છે. ગુજરાત ચૂંટણી માટે AAPએ અત્યાર સુધીમાં 29 ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી છે.

ABOUT THE AUTHOR

...view details