- સરકાર મૃત્યુના આંકડા છૂપાવી રહી છેઃ અમિત ચાવડા
- સરકાર તેમના પોર્ટલ પર સાચી વિગત મૂકેઃ અમિત ચાવડા
- કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારને સરકાર 4 લાખ રૂપિયાની સહાય કરે તેવી માંગણી કોંગ્રેસે કરી
અમદાવાદઃકોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડા દ્વારા સરકાર પર ઘણા આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં તેમણે કહ્યું કે સરકાર આવી મહામારીમાં પ્રજાને ગેરમાર્ગે દોરે છે ત્યારે સરકાર કોરોના મૃત્યુના આંકડા છૂપાવે છે જ્યારે સરકાર દ્વારા પોતાના પોર્ટલ પર સાચી માહિતી મુકવામાં આવે. ત્યારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતુ કે, માત્ર હવાઈ નિરીક્ષણ કરીને નુકસાનનો અંદાજો ના લગાવી શકાય. તેની માટે ગામડાઓમાં જઈને લોકો સાથે મુલાકાત કરવી જોઈએ. 1000 હજાર કરોડ રૂપિયાની સહાય કરવાથી કંઇ ના થાય, 10 હજાર કરોડથી પણ વધુ નુકસાન વાવાઝોડામાં થયું છે. જ્યારે કોંગ્રેસની માગ છે કે જે સહાયની રકમ છે એ વધારવામાં આવે.
કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારને સરકાર 4 લાખ રૂપિયાની સહાય કરે તેવી માંગણી કોંગ્રેસે કરી આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતા અમિત ચાવડા પહોંચ્યા વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં
વાવાઝોડાને લઈને કોંગ્રેસ દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યો
વાવાઝોડાને લઈને કોંગ્રેસ દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યો કે આજે બુધવારે 7 દિવસ થયા તો પણ હજુ એક પણ ગામડામાં કેશડોલ ચૂકવવામાં આવી નથી. કેબિનેટની મિટિંગ કરી વૃક્ષારોપણ કરી જાહેરાત કરવામા આવે એ યોગ્ય ના કહેવાય. વાવઝોડામાં બાગાયતી ખેતીમાં નુકસાન થયું છે તે ખેડૂતોના ખાતામાં સરકાર તાત્કાલિક પૈસા જમા કરાવે તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ સરકાર ખાલી મોટી મોટું જાહેરાતો જ કરે છે પરંતુ કોઈ કામ કરતી નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
મ્યુકોરમાઇકોસિસની બીમારીને લઇને કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું
મ્યુકોરમાઇકોસિસની બીમારીને લઇને કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે જણાવ્યું હતુ કે, નિષ્ણાતો દ્વારા સરકારને ચેતવવામાં આવ્યા હતા. પણ સરકારે કોઈ આગામી પગલાં કેમ ન લીધા ત્યારે આ બીમારીમાં સારવાર ખૂબ જ મોંઘી છે, સરકાર રાજસ્થાન સરકારની જેમ સારવારનો બધો ખર્ચ સરકાર ઉઠાવે તેવી માગ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નડિયાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ નિરિક્ષણ કર્યુ