ગુજરાત

gujarat

ETV Bharat / city

કૉંગ્રેસ ટૂંક સમયમાં જાહેર કરશે ઉમેદવારોની યાદી, દિલ્હીમાં 19થી 21 ઓક્ટોબર યોજાશે સ્ક્રીનિંગ કમિટીની બેઠક - Amit Shah Home Minister

દિલ્હીમાં 19થી 21 ઓક્ટોબર દરમિયાન કૉંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક (congress screening committee ) યોજાશે. અહીં ગુજરાતની ચૂંટણી (Gujarat Election) માટે કૉંગ્રેસના ઉમેદવારોની યાદી તૈયાર થશે. એટલે કે હવે ટૂંક સમયમાં કૉંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર (Congress Candidates for gujarat Election) કરશે.

કૉંગ્રેસ ટૂંક સમયમાં જાહેર કરશે ઉમેદવારોની યાદી, દિલ્હીમાં 19થી 21 ઓક્ટોબર યોજાશે સ્ક્રીનિંગ કમિટીની બેઠક
કૉંગ્રેસ ટૂંક સમયમાં જાહેર કરશે ઉમેદવારોની યાદી, દિલ્હીમાં 19થી 21 ઓક્ટોબર યોજાશે સ્ક્રીનિંગ કમિટીની બેઠક

By

Published : Oct 17, 2022, 8:41 AM IST

અમદાવાદરાજ્યમાં ચૂંટણી માટે (gujarat congress) કૉંગ્રેસે સંપૂર્ણ રીતે તૈયારી કરી લીધી છે. ત્યારે હવે કૉંગ્રેસે ચૂંટણી માટે ઉમેદવારોની યાદી તૈયાર (Congress Candidates for gujarat Election) કરી છે. જોકે, 19થી 21 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં કૉંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક (congress screening committee) યોજાશે. અહીં કૉંગ્રેસના 182 ઉમેદવારોની યાદી તૈયાર થશે અને તે દિવાળી પછી જાહેર કરવામાં (Congress Candidates for gujarat Election) આવશે.

યાદીની સ્ક્રૂટિની કરાવી કૉંગ્રેસે જિલ્લા કક્ષાએથી બેઠક પ્રમાણે દાવેદારોની યાદી તૈયાર કરી પ્રદેશ કક્ષાએ સ્ક્રૂટિની કરાવી (Congress Candidates for gujarat Election) હતી. કૉંગ્રેસ તમામ ધારાસભ્યોને ટિકીટ આપવાની છે, તેમ છતાં ઉંમરના કારણે જે ધારાસભ્યો ચૂંટણી લડવા માગતા (Gujarat Election) નથી તેવા ધારાસભ્યોની જગ્યાએ તેમના વારસ કે પછી તેઓ જે વ્યક્તિને કહે તેવા દાવેદારને ટિકીટ આપે તેવી શક્યતા (Congress Candidates for gujarat Election) છે.

કેટલાક ધારાસભ્યો બેઠક બદલી શકે છે તો આ વખતે કૉંગ્રેસના કેટલાક ધારાસભ્યો બેઠક બદલે તેવી શક્યતા છે. જે વિધાનસભા વિસ્તાર ભાજપના સાંસદ અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના (Amit Shah Home Minister) મત વિસ્તારમાં આવે છે. તેવા મતવિસ્તારની વિધાનસભા બેઠકમાં કૉંગ્રેસના ધારાસભ્યો બેઠક બદલશે. જ્યારે મોટા ભાગના ધારાસભ્યોએ તેમની જ બેઠક પરથી ચૂંટણી લડવા માટે રજૂઆત કરી (Congress Candidates for gujarat Election) હોવાનું સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details