ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસ ભવન ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી માટે મતદાન!, કોણ મારશે બાજી? - કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે

અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી માટે (Congress Bhavan in Ahmedabad) મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, 25 વર્ષ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે જોવું રહેશે કે આ વખતે કોનું પલડું રહેશે ભારે. (Congress National President Election)

કોંગ્રેસ ભવન ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી માટે મતદાન!, કોણ મારશે બાજી?
કોંગ્રેસ ભવન ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી માટે મતદાન!, કોણ મારશે બાજી?

By

Published : Oct 17, 2022, 3:25 PM IST

અમદાવાદ25 વર્ષ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે આજે ચૂંટણી (Ahmedabad Congress Bhavan Voting) યોજાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પેલા હજુુ બન્ને ઉમેદવારો મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર અમદાવાદની મુલાકાતે હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે (Congress leader Mallikarjun Kharge) અને શશી થરૂર વચ્ચે રાષ્ટ્રીય પદ માટેની ચૂંટણીનો જંગ ખેલાઇ રહ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં 35 જેટલા ડેલિગેટ્સ દ્વારા વોટ કરવામાં આવી ચૂક્યા છે. (Congress National President Election)

અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી માટે મતદાન શરૂ

નિષ્પક્ષ રીતે આ ચૂંટણીનું આયોજન મહત્વનું છે કે, આશરે 25 વર્ષ બાદ નોંન ગાંધી રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટેની ચૂંટણી યોજાઈ રહી છે, આ સાથે ચૂંટણી કમિશનર માટે જે PRO રાખવામાં આવ્યા છે. તે PRO શોભાએ જણાવ્યું હતું કે એકદમ નિષ્પક્ષ રીતે આ ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે. 19 ઓક્ટોબરે ચૂંટણીનું પરિણામ આવશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર શશી થરૂર અમદાવાદની મુલાકાતે હતા. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં મારી જીત થાય કે ખડગે સાહેબની જીત થાય પરંતુ અંતમાં તો આ જીત કોંગ્રેસની જ કહેવાશે. (national president election 2022)

પદ કોને મળશે શશી થરૂરે આ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ભારતની મજબૂતી (Congress National President Voting) માટે કોંગ્રેસ મજબૂત હોવી જરૂરી છે. તો બીજી તરફ મલ્લિકાર્જુન ખડગે તેમની મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણી મારા વિશે નથી પણ આપણા વિશે છે. ટીમ વર્ક જ આપણાં પક્ષને આગળ લઈ જઈ શકે છે. ત્યારે 19 ઓક્ટોબરે ચૂંટણીનું પરિણામઆવશે. ત્યારે જોવું રહ્યું કે છેલ્લા લાંબા સમયથી જે રાષ્ટ્રીય અધ્યક્ષ માટેનું પદ ખાલી હતું તે કોને મળે છે. Congress National President Election candidate, Congress National President Election results, Congress leader Shashi Tharoor

ABOUT THE AUTHOR

...view details