અમદાવાદ: વરસાદે (Ahmedabad Rain Situation) મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી છે. પ્રિમોન્સૂનની કામગીરી (Amc premosoon work) માટેના કરોડો રૂપિયા ખર્ચ્યા હતા અને મોટી મોટી જાહેરાતો કરી હતી, છતાં પણ આજે અનેક વિસ્તારોમાં પાણી હજી યથાવત છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો અને તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરીમાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ (Opposition quetion to bjp) કરવામાં આવ્યા છે.
વિકાસ ગાંડો થયો: ભાજપ પર સવાલોનું આભ ફાટ્યું, રાજકારણમાં આક્ષેપોના વાદળ વિકાસ ગાંડો થયો: કોંગ્રેસ દ્વારા વિકાસ ગાંડો થયોના પોસ્ટરો (Politics on rain disaster) દ્વારા ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સતત ભાજપની નિષ્ફળતાના આક્ષેપો (Opposition quetion to bjp) લગાવવામાં આવી રહ્યા છે. જો કે, વરસાદી પરિસ્થિતિમાં કોઈપણ નગરસેવક મદદ માટે જોવા ન મળતા નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસે આ નેતાને સોંપી જવાબદારી
આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઇશુદાન ગઢવીએ જણાવ્યું (congress and aap attack to bjp ) હતુ કે, અમદાવાદમાં થયેલા નજીવા વરસાદે (Ahmedabad rain update) જ ભ્રષ્ટ ભાજપ સરકારની પોલ ખોલી નાંખી છે. દર વર્ષ કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે. તેમ છતાં આવી કામગીરી કરતા કોન્ટ્રાક્ટર સામે કેમ પગલાં લેવામાં આવતા નથી. જેથી ભ્રષ્ટ ભાજપએ સાબિત કરી દીધું છે કે, અમદાવાદનું બજેટ ભ્રષ્ટાચારમાં વપરાય છે. આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે ભાજપની પ્રતિક્રિયા લેવા માટે સતત સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ વરસાદી માહોલ અને નિષ્ફળતા અંગે કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો છે.
વિકાસ ગાંડો થયો: ભાજપ પર સવાલોનું આભ ફાટ્યું, રાજકારણમાં આક્ષેપોના વાદળ લાખો રૂપિયાના નુકશાનની ભીતિ: જો કે, 36 કલાક બાદ પણ અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે, અમદાવાદ શહેરના અનેક કોમ્પલેક્ષમાં લાખો રૂપિયાના નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓ પણ ન પહોંચતા નાગરિકોના આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ મેયર હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, ચોમાસુ આવે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રિમોન્સૂન પ્લાન શાસકો અને તંત્રએ સંકલન બનાવી તૈયાર થતો હોય છે.
આ પણ વાંચો:નક્કી થઈ ગયુ: 18 જુલાઈ પછી શિંદે સરકારનું કેબિનેટ વિસ્તરણ થશે
ડ્રેનેજની સફાઈ અને વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થિત રીતે આયોજન થતું હોય છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે, વરસાદની આગાહી હતી છતા તંત્રનો પ્રિ-મોન્સૂન પ્લાન કાગળ ઉપર જ રહી ગયો હતો. સ્ટોર્મ વોટર લાઇન કે ડ્રેનેજ સાફ જ થઈ નથી. ડ્રેનેજ પંપિંગ સ્ટેશનોમાં વોટર પમ્પ કામ નહોતા કરતા. શહેરની સ્થિતિ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય એવી હતી. લોકોના સાધનો ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ, લોકો મદદ માટે અમને વાતો કરી રહ્યા હતા. માનવતાના ધોરણે બહારથી રસોઈની વ્યવસ્થા કરવી પડી હતી. આવા કપરા સમયે સરકાર શુ કરતી હતી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ શુ કરતું હતું.
વિકાસ ગાંડો થયો: ભાજપ પર સવાલોનું આભ ફાટ્યું, રાજકારણમાં આક્ષેપોના વાદળ બાપુનગરમાં પાણી ભરાયું: વિકાસની વાતો ભાજપ કરે પણ આજે શહેરમાં આફત હોય તો સાધનો ક્યાં હતા. ગટરલાઈનની સાફ સફાઈ માટે સુપર સકર મશીનની લોકો ડિમાન્ડ કરતા હોય અને મહામુસીબતે મશીન લોકોને ન મળે, મશીન પણ જુના થઈ ગયા છે. સરસાધનોથી પણ તંત્ર લાચાર છે. આખું બાપુનગર પાણીમાં ગરકાવ હતું, તળાવો હોવા છતાંય પાણી વિસ્તારોમાં ભરાઈ જાય..!! બાપુનગરમાં લાલ બહાદુર સ્ટેડિયમમાં પણ પાણી ભરાયું હતું. કુદરતી રીતે બનેલા તળાવોનો પણ ઉપયોગ ન થયો એનો શુ અર્થ..
આ પણ વાંચો:Commonwealth Games 2022: ટીમ ઈન્ડિયાનું શુકાન હવે હરમનપ્રીત કૌરના હાથમાં
વર્ષ 2007-08માં કોંગ્રેસની યુપીએ સરકાર હતી ત્યારે JNNURM થકી અમદાવાદને 5000 કરોડ રૂપિયા આપ્યા હતા. માત્ર વરસાદી પાણીના નિકાલ માટે 400થી 500 કરોડ રૂપિયા આપ્યા હતા, તો ભાજપ જવાબ આપે કે, એ રૂપિયા ક્યાં ગયાં ? અમદાવાદની પરિસ્થિતિ જોઈ, રાજકારણ કરવા માંગતા નથી. 400 કરોડ રૂપિયા જે આપવામાં આવ્યા હતા, તે ક્યાં ગયા તેની વિજિલન્સ તપાસ થવી જોઇએ. કન્ટુર ઓફ ધ લેન્ડ મુજબ નવી પ્લાન સીટી બને તો પાણીના નિકાલ સાથે એ બનતું હોય છે, પણ ભાજપ સત્તા તંત્ર દ્વારા એનું ધ્યાન જ અપાયું નથી.
વિકાસ ગાંડો થયો: ભાજપ પર સવાલોનું આભ ફાટ્યું, રાજકારણમાં આક્ષેપોના વાદળ શહેરમાં જ્યાં જ્યાં ખુલ્લા પ્લોટ હતા ત્યાં મોલ કે અન્ય ઇમારતો ઉભી થઇ ગઇ છે. જુના અમદાવાદ શહેરમાં પાણી ભરાયેલુ જોવા નહીં મળે, કારણ કે પાણીના નિકાલની વ્યવસ્થા જ એ રીતે કરી છે. ભાજપને કામમાં રસ નથી કટકીમાં છે. કાગળ ઉપર પ્લાન અને કાગળ ઉપર જ પ્લાન ધોવાઈ ગયા છે. હોસ્પિટલમાં લોકો ન જઈ શક્યા, મુશ્કેલીમાં મુકાયા હતા. હજી પણ સમય છે સમય રહેતા નવા સાધનો વસાવી લો તો જરૂર પડ્યે મુશ્કેલી ઉભી ન થાય. આટલી કરોડો રુપિયાની રકમ ભાજપના સત્તા તંત્રને આપી છે એનું શુ થયું એની સીટીંગ જજ મારફતે તપાસ કરવામાં આવે.