અમદાવાદ: કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યની કામધેનુ યુનિવર્સીટીમાં વર્ગ 1 અને 2ની 7 જેટલી જગ્યાની ભરતીમાં કૌભાંડ થયું છે. ભરતીનું કૌભાંડ ઓડિટમાં જ દેખાય છે. ટ્રેઝરી ઓડિટ અહેવાલમાં અનિયમિતતા થઈ હોવાના પૂરાવા પણ છે. લાયકાત, ટકાવારી અને જરૂરીયાત વિનાના ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.
કામધેનુ યુનિવર્સિટીની ભરતીમાં કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ - કામધેનુ યુનિવર્સીટી
કામધેનુ યુનિવર્સીટીની ભરતીમાં ગોટાળો થયો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પૂરાવા સાથે સરકાર પર પ્રહાર કર્યા છે. રાજ્યની યુનિવર્સીટીમાં થયેલી ભરતી પ્રક્રિયા અટકાવવા રાજ્યપાલ સમક્ષ માગણી પણ કરવામાં આવી છે.
કોંગ્રેસનો આક્ષેપ
આ સમગ્ર મામલે સરકાર પર કોંગ્રેસે આક્ષેપ કર્યા છે અને પગલાં લેવા માગ કરી છે. આ ઉપરાંત રાજ્યપાલ સમક્ષ રાજ્યની યુનિવર્સીટીઓમાં થયેલી ભરતી પ્રક્રિયા અટકાવવા માગણી કરી છે.