ગુજરાત

gujarat

ETV Bharat / city

નવરાત્રી અંગે ભારતમાં અસમંજસ, પરંતુ વિદેશમાં ચણીયા ચોળી અને ટ્રેડિશનલ માસ્કની માગ ઉઘડી - Lifestyle

અનલોક-5ની ગાઇડલાઇન આધારે સરકાર શેરી ગરબાને લઇને છુટછાટ આપવા મુદ્દે વિચારણા કરી રહી છે. ખેલૈયાઓ માટે આનંદના સમાચાર એછે કે, શેરી ગરબાને રાજ્યસરકાર છૂટ આપે તેવી શક્યતા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીની ફેશન આવી ગઈ છે જેમાં આ વર્ષે હેન્ડ વર્ક કરેલા માસ્ક અને જેકેટ્સ ટ્રેન્ડમાં રહેશે. બહારના દેશમાં પણ ખેલૈયાઓમાં ઉત્સાહ બરકરાર જ છે અને બહારના દેશોમાંથી પણ નવરાત્રી માટેના ઓર્ડર આવવાના શરૂ થઇ ગયાં છે.

નવરાત્રી અંગે ભારતમાં અસમંજસ, પરંતુ વિદેશમાં ચણીયા ચોળી અને ટ્રેડિશનલ માસ્કની માગ ઉઘડી
નવરાત્રી અંગે ભારતમાં અસમંજસ, પરંતુ વિદેશમાં ચણીયા ચોળી અને ટ્રેડિશનલ માસ્કની માગ ઉઘડી

By

Published : Oct 6, 2020, 7:15 PM IST

અમદાવાદઃ નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે કોરોનાના વધતાં સંક્રમણને પગલે રાજ્ય સરકારે વાઇબ્રન્ટ નવરાત્રી તો રદ કરી દીધી છે. એટલું જ નહીં, અગાઉ રાજ્ય સરકારે નવરાત્રિને મંજૂરી નહીં આપવા મન બનાવ્યું હતું. પણ રાજ્ય સરકારે અચાનક જ યુ-ટર્ન લીધો છે. નવરાત્રીને લઈને ડે. સીએમ નીતિન પટેલે આપેલા નિવેદન બાદ ફરી ખેલૈયાઓ માટે આશાનું કિરણ જાગ્યું છે. ખેલૈયાઓ માટે આનંદના સમાચાર એછે કે, શેરી ગરબાને રાજ્યસરકાર છૂટ આપે તેવી શક્યતા છે.

દરેક નવરાત્રિ પોતાની એક ફૅશન લઈને આવે છે

અનલોક-5ની ગાઇડલાઇન આધારે સરકાર શેરી ગરબાને લઇને છુટછાટ આપવા મુદ્દે વિચારણા કરી રહી છે. દરેક નવરાત્રિ પોતાની એક ફૅશન લઈને આવે છે. જોકે આ વર્ષની નવરાત્રીમાં ઈતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે ગણતરીના લોકો સાથે જ ગરબા કરવામાં આવશે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીની ફેશન આવી ગઈ છે જેમાં આ વર્ષે હેન્ડ વર્ક કરેલા માસ્ક અને જેકેટ્સ ટ્રેન્ડમાં રહેશે.

બહારના દેશમાં પણ ખેલૈયાઓમાં ઉત્સાહ બરકરાર જ છે
17 ઓક્ટોબરથી નવરાતર શરૂ થઈ રહી છે. આ પર્વ 25 ઓક્ટોબર સુધી રહેશે. છેલ્લાં સાત મહિનાથી સમગ્ર દેશમા કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. તમામ ધંધા રોજગાર પડી ભાંગ્યાં છે. બેરોજગારીનો દર પણ વધી ગયો છે. ત્યારે નવરાત્રિના પર્વને લઇ હવે ગણતરીના જ દિવસો બાકી છે તેમ છતાં આ વખતે નવરાત્રિનુ આયોજન કરવું કે કેમ તે અંગે અંસમજસની સ્થિતિ સર્જાઇ છે. બીજી તરફ સરકારના નિર્ણયની રાહ જોઇને બેઠેલાં બ્યુટીક સંચાલકો પણ આખરે તૈયારીઓ કરીને બેઠાં છે.
હેન્ડ વર્ક કરેલા માસ્ક અને જેકેટ્સ ટ્રેન્ડમાં રહેશે

બ્યુટીક સંચાલકોની વાત કરીએ તો અલગ અલગ ડિઝાઇનના કપડાં દર વર્ષે તૈયાર થતા હોય છે. નવરાત્રિના દસ દિવસ સુધી તેઓ અલગ અલગ ડિઝાઇનના કપડા તૈયાર કરી ખૈલેયાઓ સુધી પહોંચાડતાં હોય છે. આ વર્ષે પણ ગુજરાત સહિત મુંબઈ દિલ્હી જેવા મેટ્રો સિટીમાંથી પણ ચણિયાચોળી માટેના ઓર્ડર આવી રહ્યા છે. એટલે કે જ્યાં પણ ખેલૈયાઓ છે તેમનો ઉત્સાહ ઓછો થયો નથી અને તે લોકો હાલ પણ નવરાત્રિના કપડાની ખરીદી કરી રહ્યાં છે.

આ વર્ષે પણ નવરાત્રીની ફેશન આવી ગઈ છે
યોગીતા પટેલ જણાવે છે કે ભારતમાં જ નહીં પરંતુ બહારના દેશમાં પણ ખેલૈયાઓમાં ઉત્સાહ બરકરાર જ છે અને બહારના દેશોમાંથી પણ નવરાત્રી માટેના ઓર્ડર આવવાના શરૂ થઇ ગયાં છે. જોકે નવરાત્રી થશે કે કેમ તે અંગે હજુ પણ કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ નવરાત્રી માટેના કપડા ખરીદવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિનાઓ પહેલાંથી લોકોના ઓર્ડર આવવાના શરૂ થઇ ગયાં છે.
નવરાત્રી અંગે ભારતમાં અસમંજસ, પરંતુ વિદેશમાં ચણીયા ચોળી અને ટ્રેડિશનલ માસ્કની માગ ઉઘડી

ABOUT THE AUTHOR

...view details