- પ્રિ-સ્કૂલ શરૂ કરવા માલિકો મુંઝવણમાં
- પ્રિ-સ્કૂલ શરૂ કરવા ક્યાં કોને રજૂઆત કરવી તે માગે CM ને પત્ર
- 18 મહિનાથી બંધ પ્રિ-સ્કૂલ શરૂ કરવા માંગણી
અમદાવાદ- કોરોના દરમિયાન સ્કૂલ-કોલેજ બંધ કરવામાં આવી હતી, ત્યારે પ્રિ-સ્કૂલ પણ 18 મહિનાથી બંધ છે, જેને શરૂ કરવા માટે પ્રિ-સ્કૂલના માલિક મનન ચોકસીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં પ્રિ-સ્કૂલ શરૂ કરવા અને તેના માળખાં માટે રજૂઆત કરી છે.
આ પણ વાંચો- ભારતમાં લાગુ કરાયેલા લોકડાઉનના પરિણામે 247 મિલિયન કરતાં વધુ બાળકોનું શિક્ષણ પ્રભાવિતઃ યુનિસેફનો અહેવાલ
અમદાવાદમાં અનેક પ્રિ-સ્કૂલ છે, જે માર્ચ-2020થી બંધ છે
મનન ચોક્સીએ કહ્યું કે, અમદાવાદમાં અનેક પ્રિ-સ્કૂલ છે, જે માર્ચ-2020થી બંધ છે, ત્યારે હવે તમામ એકમો ખુલતા નાના બાળકોના વાલીઓએ પણ ઓફિસ જવાનું શરૂ કર્યું છે. ત્યારે વાલીઓને નાના બાળકની ચિંતા સતાવી રહી છે. બીજી તરફ પ્રિ-સ્કૂલ બંધ છે, ત્યારે પ્રિ સ્કૂલ શરૂ કરવા શિક્ષણ વિભાગ પાસે જવું કે પછી અન્ય કોઈ વિભાગ તે અંગે જાણકારી આપવામાં આવે અને અત્યારે બંધ પડેલી પ્રિ-સ્કૂલ હવે શરૂ કરવામાં આવે જેમાંથી નોકરી ધંધે જતાં વાલીઓને અને સંચાલકોને રાહત મળી શકે છે.
મુખ્યપ્રધાનને પ્રિ-સ્કૂલ શરૂ કરવા પત્ર આ પણ વાંચો- કોવિડ-19ના કારણે 40 મિલિયન બાળકો અતિ-મહત્વપૂર્ણ પ્રિ-સ્કૂલ યરમાં પ્રારંભિક શિક્ષણથી વંચિત
અમારે ઓનલાઇન ભણાવવું કે ક્લાસ શરૂ કરવા- મનન ચોક્સી
વધુમાં તેમને જણાવ્યું હતું કે, પ્રિ-સ્કૂલની ઓથોરિટી કોની પાસે હશે, જે પ્રિ-સ્કૂલ શરૂ કરવા અંગે નિર્ણય લેશે તે અંગે સ્પષ્ટતા કરવા મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. પ્રિ-સ્કૂલ શરૂ કરવા હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી, જેથી સંચાલકો મુઝવણમાં છે કે, અમારે ઓનલાઇન ભણાવવું કે ક્લાસ શરૂ કરવા. લોકડાઉન પણ ખુલી ગયું છે અને વાલીઓ પણ હવે કામે જઇ રહ્યા છે, તેથી પ્રિ-સ્કૂલ શરૂ કરવામાં આવે તો વાલીઓને પણ રાહત મળી શકે.