વસ્ત્રાપુરમાં પોલ્યુલર બિલ્ડર વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોધાઇ
ભાળે ઓફિસ રાખી ધમકી આપી પચાવી પાડી
3 કરોડની ઓફિસ પચાવી પાડી નોધાઇ ફરિયાદ
વસ્ત્રાપુરમાં પોલ્યુલર બિલ્ડર વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોધાઇ
ભાળે ઓફિસ રાખી ધમકી આપી પચાવી પાડી
3 કરોડની ઓફિસ પચાવી પાડી નોધાઇ ફરિયાદ
2010થી ઓફિસ ભાડે રાખી પચાવી પાડી
અમદાવાદઃશહેરના સોલાના ઐશ્વવર્ય બંગ્લોઝમાં રહેતા ગોવિંદભાઈ બારોટની ન્યૂયોર્ક ટાવરમાં આઠમા માળે ઓફિસ આવેલી છે. વર્ષ 2010માં પોપ્યુલર બિલ્ડર બ્રધર્સ એવા રમણ અમે દશરથ પટેલે ઓફિસ ખાલી હોવાથી 11 મહિના 29 દિવસના કરાર પર ભાડે રાખી હતી. 2011માં કરાર પૂરો થતા વકીલ મારફતે ગોવિંદભાઈએ નોટિસ આપી હતી છતા ખાલી નહિ કરી ત્રણ વર્ષ કાઢી નાખ્યા હતા અને બાદમાં 2015મા ફરી એક વાત ભાડા કરાર કર્યો હતો.
3 કરોડની ઓફિસ 10 વર્ષ પછી પણ ખાલી ના કરી
ભાડા કરાર ફરી વાર પૂરો થતા ઓફિસના માલિક ઓફિસ ખાલી કરવા અંગે કહેવા ગયા ત્યારે તેમને ઓફિસ મારી છે અને અહીંયા પગ મૂકશો તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્રણ કરોડની કિંમતની ઓફિસ પચાવી પાડવા માટે તેઓએ ધમકી આપી કબ્જો લઈ લેતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.