અમદાવાદ: અમદાવાદમાં નિકોલમાં આવેલ વિશ્વ રેસિડેન્સીમાં રહેતા હિરલબેન ડુંગરાણી અને તેમની ચાર વર્ષીય બાળકી વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 23 ડિસેમ્બરે કોરોના રિપોર્ટ પોઝિટિવ(Corona's report is positive) આવ્યો હતો અને તે જ રાત્રે બંને ન્યુઝીલેન્ડ ગયા હતા. અમદાવાદમાં કોરોના ગાઈડલાઈન ભંગની ફરિયાદ (violating corona guideline in ahmedabad) દાખલ કરવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના
23 ડિસેમ્બરે સવારે ચાર વર્ષીય બાળકીને કોરોના પોઝિટીવ (Corona positive to four-year-old girl) આવ્યા પછી AMCએ તેમની માતા હિરલને પુત્રીને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રાખવા કહ્યું હતું. જ્યારે 24 ડિસેમ્બરની સવારે તેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યારે દર્દી મળ્યા ન હતો. આ દરમ્યાન દર્દીના દાદાએ અમને જાણ કરી હતી કે હિરલ અને તેમની પુત્રી બંને તેના પતિને મળવા 23 ડિસેમ્બરની રાત્રે ન્યુઝીલેન્ડ ગયા હતા.
પોલીસે તપાસ હાથધરી
નિકોલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વીડી ઝાલાએ જણાવ્યું હતું કે, અમે ફરિયાદની નોંધ લીધી અને માતા વિરુદ્ધ IPCની કલમ 270 હેઠળ કોઈ રોગનો સંક્રમણ ફેલાવવાની સંભાવના ધરાવતા જીવલેણ કૃત્ય માટે અને 188 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. તેમજ કોરોના ગાઈડલાઈનમાં આપવામાં આવેલ આદેશ અને આદેશના અનાદર કરવા માટે એપેડેમિક એક્ટની કલમ 3 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. તેમજ AMC અધિકારીઓએ અમને જાણ કરી છે કે તેઓ આ મુદ્દે ન્યુઝીલેન્ડના અધિકારીઓના વાત કરશે.