ગુજરાત

gujarat

ETV Bharat / city

વેબ સિરીઝના આ ડાયરેકટર પોસ્ટ કરીને ફસાયા, જો કે અમિત શાહની પોસ્ટ માટે જ કરવાનો હતો ગૂનો - Avinash das amit shah post

ફિલ્મ ડિરેકટર અવિનાશ દાસ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તેવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર (Avinash Das Social Media Controversy) કરી હતી, જે બદલ તેમના વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.

વેબસિરીઝના આ ડાયરેકટર પોસ્ટ મૂકીને ફસાયા, જો કે અમિત શાહની પોસ્ટ માટે જ કરવાનો હતો ગૂનો
વેબસિરીઝના આ ડાયરેકટર પોસ્ટ મૂકીને ફસાયા, જો કે અમિત શાહની પોસ્ટ માટે જ કરવાનો હતો ગૂનો

By

Published : May 15, 2022, 1:24 PM IST

અમદાવાદ:સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા તમામ લોકો માટે ચેતવણીરૂપ બાબત એ છે કે, તમારી તમામ પોસ્ટ અને એક્ટિવિટી પર પોલીસની સતત નજર રહેતી હોય છે. તેની સાથે જ કોઈ પણ વિવાદાસ્પદ અથવા કોઈની પણ લાગણી દુભાઈ તેવી પોસ્ટ કરવા બદલ જેલના સળિયા પણ ગણવા પડી શકે છે. તેવામાં ફિલ્મ ડિરેકટર અવિનાશ દાસ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તેવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર (Avinash Das Social Media Controversy) કરી હતી, જે બદલ તેમના વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.

વેબ સિરીઝના આ ડાયરેકટર પોસ્ટ કરીને ફસાયા, જો કે અમિત શાહની પોસ્ટ માટે જ કરવાનો હતો ગૂનો

આ પણ વાંચો:તૈયાર રહેજો: આ વર્ષે સસ્તું Apple TV આવી શકે છે, જાણો શું હશે ખાસિયતો

પોલીસે આરોપી અવિનાશ દાસની સોશિયલ મીડિયા પોસ્ટ (Avinash Das Social Media Post) તપાસ કરતાં સામે આવ્યું કે, હાલમાં જ મની લોન્ડરિંગ કેસમાં ઝડપાયેલા ઝારખંડના મહિલા આઈ.એ.એસ પૂજા સિંઘલ (Pooja singhal money laundering) સાથે પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો પાંચ વર્ષ જુનો ફોટો પોસ્ટ (Avinash das amit shah post) કરી લોકોમાં ગેરસમજ ઉભી કરવાની અને તેઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની કોશિશ કરવા બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વેબસિરીઝના આ ડાયરેકટર પોસ્ટ મૂકીને ફસાયા, જો કે અમિત શાહની પોસ્ટ માટે જ કરવાનો હતો ગૂનો

આ પણ વાંચો:જ્ઞાનવાપી વિવાદ: બીજા દિવસે પણ મસ્જિદના ઉપરના રૂમના સર્વેની કામગીરી પૂર્ણ

આ પોસ્ટ માટે રાષ્ટ્રધ્વજનુ અપમાન કરવાનો સીધો ઉદ્દેશ તો દેખાઈ આવતે નથી પણ અમિત શાહના પોટો માટે જ આ વિવાદ થયો હોય તેવી ચર્ચા થઈ રહી છે, ત્યારે અવિનાશ દાસ દ્વારા અનેકવાર હાઇપ્રોફાઇલ લોકોની પ્રતિષ્ઠને નુકસાન પહોચાડે તેવી પોસ્ટ કરવામાં આવી હાવાની આશંકાને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટિમ તેની ધરપકડ કરવા મુંબઇ રવાના થઈ છે.

ABOUT THE AUTHOR

...view details