અમદાવાદ: સરસપુર અને કાલુપુર વિસ્તારમાં PI વી. ડી.વાળા અને અને તેમના વહીવટદાર વિજય અને રામસિંહ વિરુદ્ધ આક્ષેપ સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં કેટલાક લોકો પાસેથી હપ્તો લઈને તેમને 24 કલાક દુકાન ચાલુ રાખવા દેવામાં આવે છે. તેમજ શહેરકોટડા પોલીસ ગરીબ લારી ગલ્લાવાળા ને દંડા મારી ધંધો બંધ કરાવવામાં આવે છે.
જે મામલે જવાબદારી અધિકારી સામે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી, અને તેમ નહિ કરવામાં આવે તો ભારતીય સામ્યવાદી પાર્ટીના સહમંત્રી દિનેશ ચૌહાણ જનઆંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
પોસ્ટર લગાવ્યા બાદ ઉચ્ચ અધિકારી દ્વારા PI અને અન્ય 2 પોલીસકર્મી જેમના પર આક્ષેપ લાગ્યા છે. તેમને બોલાવવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી. જે બાદ કાલુપુર અને શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પોસ્ટર લાગ્યા હતા. જેથી બંને પોલીસ સ્ટેશનમાં પોસ્ટર લગાવનાર દિનેશ ચૌહાણ અને પોસ્ટર બનાવનાર વિરુદ્ધ ફરિયાદ નોધવામાં આવી છે.
કાલુપુર પોલીસ સ્ટેશનમાં દિનેશ ચૌહાણ સામે જીપીએ 112 અને 117 મુજબ પોલીસની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં દિનેશ ચૌહાણ અને પોસ્ટર બનાવનાર, લખાણ લખી બેનરો લગાવનાર સામે આઇપીસી 501,500 અને 114 તથા જીપીએ 112, 117 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.