અમદાવાદઃ રાજ્યમાં બહુ ચર્ચિત આસારામના પુત્ર (Asaram Son Narayan Sai)નારાયણ સાઈ સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં (Ahmedabad Sola Police Station)ફરિયાદ નોંધવામાં આવી છે. સુરત સેશન કોર્ટમાં ચાલી રહેલ કેસમાં જામીન મેળવવા માતાની માંંદગીનું ખોટું સર્ટિફીકેટ રજૂ કર્યું હતું.ખોટા સર્ટીફીકેટ અંગે હાઇકોર્ટનો જાણ થતાં સોલામાં ફરિયાદ (Complaint against Narayan Sai)નોંધવામાં આવી છે.
હાઈકોર્ટના ડેપ્યુટી રજીસ્ટરે ફરિયાદ નોંધાવી- ગુજરાત હાઈકોર્ટના ડેપ્યુટી રજિસ્ટ્રારે (Gujarat High Court Deputy Registrar)સોલા હાઇકોર્ટમાં નારાયણ સાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ સુરત સેશન્સ કોર્ટમાં ચાલી રહેલ કેસમાં નારાયણ સાઈ જેલમાં છે.જેલમાંથી જામીન મેળવવા માતાની નારાયણ સાઈએ માતાની માંદગીનું સર્ટિફીકેટ પણ રજૂ કર્યું હતું.રજૂ કરેલ સર્ટિફીકેટ ચકાસવા હાઇકોર્ટે ભરૂચ એસપીને હુકમ કર્યો હતો.