6 માસથી ડોક્ટરને ફોન કરીને પૈસા આપી દો નહીંતર જોઈ લઈશ તેવી ધમકી આપનારા સામે ફરિયાદ - અમદાવાદ પોલિસ
શહેરમાં એક ડોક્ટરને છેલ્લાં 6 માસથી અજાણ્યો ઈસમ ફોન કરીને મારા પૈસા આપી દે નહીંતર જોઈ લઈશ તેવી ધમકી આપે છે અને હોસ્પિટસલમાં કેટલા પેશન્ટ છે તથા મારો કેસ લખી દો જેવી વાતો કરી મજાક કરી હેરાન કરે છે. જે મામલે વેજલપુર પોલીસે ડોક્ટરની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
6 માસથી ડોક્ટરને ફોન કરીને પૈસા આપી દો નહીંતર જોઈ લઈશ તેવી ધમકી આપનાર સામે ફરિયાદ
અમદાવાદઃ કલ્પેશ સાવજીભાઈ નકુમ નામના ડોકટરે ફરિયાદ નોંધાવી છે કે ગત 14 ફેબ્રુઆરીના સાંજે તેઓ ઘરે હતાં ત્યારે એક ફોન આવ્યો હતો. જેમાં હબીબ બોલું છે તેમ કહીનેે મારા પૈસા આપી દો તેવું કહ્યું હતું. જેથી ડોકટરે કહ્યું હતું કે શેના પૈસા ત્યારે સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે મારા માસાને ફોન કર્યો છે ત્યારે ડોકટરે પ્રતિકાર કરતાં જણાવ્યા હતું કે હું ડૉ કલ્પેશ બોલું છું આ તમારા માસાનો નંબર નથી.