અમદાવાદશહેરમાં ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. અહીં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં (St Xaviers High School) ધોરણ 9માં ભણતી વિદ્યાર્થિનીઓને સ્કૂલનો પીટીનો જ શિક્ષક (Police Compaint against teacher) બિભત્સ મેસેજ કરતો હતો. વિદ્યાર્થિનીઓએ આ મામલે સ્કૂલમાં રજૂઆત કરી હતી. તે છતાં કોઈ પગલાં ન લેવાતા તેમણે આખરે ઘરે વાત કરી હતી. ત્યારબાદ વાલીઓ સ્કૂલમાં રજૂઆત કરવા જતાં સ્કૂલે કમિટી બનાવી તપાસ (Ahmedabad police news) હાથ ધરી છે.
ધોરણ 9ની વિદ્યાર્થિનીઓને કર્યા બિભત્સ મેસેજ સ્કૂલ શરૂ થતાં જ ડો. રવિરાજસિંહ ચૌહાણ (Teacher Ravirajsinh chauhan) નામનો પીટીનો શિક્ષક ધોરણ 9ની વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયા પર મેસેજ કરવા લાગ્યો હતો. શરૂઆતમાં સામાન્ય મેસેજ હોવાથી વિદ્યાર્થિનીઓ વાતચીત કરતી હતી. ત્યારબાદ રવિરાજસિંહે બિભત્સ વાતચીત (Ahmedabad police news) શરૂ કરી હતી.
વિદ્યાર્થિનીઓએ સ્કૂલમાં કરી હતી રજૂઆત સાથે જ લંપટ શિક્ષક વિદ્યાર્થિનીઓને આઈ લવ યુ, આઈ મિસ યુ, મારે તને મળવું છે સહિતના મેસેજ કરતો હતો. ત્યારબાદ પીટીના લેક્ચરમાં વિદ્યાર્થિનીઓ બહાર રમતી હોય ત્યારે તેમને ધ્યાનથી જોતો હતો. આ તમામ બાબતે વિદ્યાર્થિનીઓએ સ્કૂલમાં રજૂઆત કરી (St Xaviers High School) હતી, પરંતુ કોઈએ ધ્યાન ન આપતા પોતાના વાલીઓને જાણ કરી હતી, જેથી વાલીએ સ્કૂલમાં હોબાળો કર્યો હતો.
સ્કૂલ શરૂ થતાં જ મેસેજ ચાલુ થઈ જતા પીડિત વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, ધોરણ 9માં આવતા 1 મહિના પછી જૂલાઈ મહિનાથી જ લંપટ શિક્ષક રવિરાજસિંહ ચૌહાણ (Teacher Ravirajsinh chauhan) સરના મેસેજ આવવાના શરૂ થઈ ગયા હતા. શરૂઆતમાં તે સામાન્ય મેસેજ કરતો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયામાં ફોટા પર અલગ અલગ ઈમોજી મોકલવાના શરૂ (St Xaviers High School) કર્યા હતા. આટલેથી ન રોકાતા તેણે અમને આઈ લવ યુના મેસેજ કર્યા હતા. સાથે જ બિભત્સ માગણી કરી હતી. આના કારણે અમે ટ્રોમામાં આવી ગયા હતા ને સ્કૂલે આવતા પણ ડર લાગવા લાગ્યો હતો.