અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને ગણતરીના દિવસો બાકી છે(Gujarat Assembly Election 2022). ત્યારે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ચૂંટણી પંચ પણ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં અમદાવાદમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે(Commissioner of CEC of India visited Gujarat). કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ (Central Election Commission Officials) રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ચર્ચા કરશે.
ભારત મુખ્ય ચૂંટણી પંચના કમિશનર આજે અમદાવાદની મુલાકાતે - Gujarat Assembly Election 2022
ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી ટૂંક સમયમાં યોજાનાર છે(Gujarat Assembly Election 2022). જેને લઇને ભારત મુખ્ય ચૂંટણી પંચના કમિશ્નર આજે અમદાવાદની મૂલાકાતે આવી રહ્યા છે(Commissioner of CEC of India visited Gujarat). જેઓ ટૂંક સમયમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. કમિશનર રાજીવ કુમાર દરેક પક્ષ સાથે બેઠક કરશે. બે દિવસીય પ્રવાસમાં ભાજપ કોંગ્રેસ સહિત તમામ પક્ષ સાથે મહત્વપૂર્ણ બેઠક કરીને ચર્ચાઓ કરશે.
તમામ પાર્ટી જોડે કરશે ચર્ચાઓ રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને તમામ જિલ્લાના પોલીસ તથા અમદાવાદ, સુરત, બરોડા, જામનગરના પોલીસ કમિશનર પણ હાજર રહેશે. અમદાવાદમાં ખાનગી હોટલમાં આ બેઠકોનો દોર બે દિવસ સુધી યોજાશે. જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સાથે બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના તૈયારીના ભાગરૂપે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની મુલાકાતે આવનાર છે. અમદાવાદમાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સાથે બેઠક યોજવામાં આવશે. ગુજરાતના તમામ જીલ્લા કલેકટર અને તમામ જિલ્લા પોલીસ વડા સાથે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ મુલાકાત કરવાની છે. આ બેઠક દરમિયાન સંવેદનશીલ બુથ તેમજ જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થા અંગેની સમીક્ષા કરશે.
મતદાર યાદીમાં પણ કરાયા હતા સૂધારા અંતિમ મતદાર યાદી બાબતે ચર્ચા કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે. જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થયો છે. તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન યાદી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. હવે અંતિમ મતદાર યાદી બાબતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયા બાદ આગામી મહિનાની એટલે કે 10 ઓક્ટોબર 2022ની આસપાસ અંતિમ મત યાદી જાહેર કરવામાં આવી હતી.