- અમદાવાદ શહેર-ગ્રામ્યમાં ધનવંતરી રથનો લાભ અપાયો
- ક્વોરન્ટાઈન સેન્ટરમાં 38,473 આયુર્વેદીક દવા આપવામાં આવી
- શહેરની સરકારી હોસ્પિટલોમાં 46 હજારથી વધુ દર્દીઓએ આયુષ દવાનો લાભ લીધો
અમદાવાદ: એક વર્ષ પહેલા કોરોના શું છે તેનો પણ કોઈને ખ્યાલ નહોતો. વિશ્વને હચમચાવી નાખનાર કોરોના વાયરસની શરૂઆત ગુજરાતમાં 19 માર્ચના રોજ થઈ હતી જેને એક વર્ષ પૂરું થયું છે. અમદાવાદ જિલ્લામાં એક વર્ષમાં બે કરોડથી વધુ ઉકાળા અપાયા છે. આયુષ વિભાગ, આરોગ્ય વિભાગ, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય કામગિરી કરવામાં આવી હતી. અમદાવાદ શહેર-ગ્રામ્યમાં ધનવંતરી રથનો 13 લાખથી વધુ લાભાર્થીને લાભ મળ્યો છે. શહેરની સરકારી હોસ્પિટલોમાં 46 હજારથી વધુએ આયુષ દવાનો લાભ લીધો છે.
25 સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તેમજ 5 સરકારી આયુર્વેદિક હોસ્પિટલ
કોરોના સામે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી 25 સરકારી આયુર્વેદીક હોસ્પિટલ તેમજ 5 સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થા તરફથી ઉકાળા અને આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 2 કરોડથી વધુ ઉકાળાના ડોઝ અને દવાઓનું વિતરણ અમદાવાદ શહેર અને જિલ્લામાં કરાયું.
આ પણ વાંચો :અમદાવાદમાં કોરોના વેક્સિનેશનની ડ્રાય રન યોજાઈ