ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદના 108ના કર્મચારી દ્વારા સરાહનીય કામગીરી

વિશ્વભરમાં કોરોનાની મહામારીમાં 1, 97,855થી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યાં છે અને 28 લાખથી વધુ દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે કોરોનાની મહામારીને નાથવા માટે તંત્ર દ્વારા શક્ય તેટલી વધુમાં વધુ તકેદારી લઈને આ રોગ વધુ ન ફેલાય તે અંગે સાવચેતીના પગલાં ભરવામાં આવે છે.

અમદાવાદના 108ના કર્મચારી દ્વારા સરાહનીય કામગીરી
અમદાવાદના 108ના કર્મચારી દ્વારા સરાહનીય કામગીરી

By

Published : Apr 25, 2020, 6:36 PM IST

Updated : Apr 27, 2020, 8:58 PM IST

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ ને નાથવા માટે સજ્જ થયેલા ડોક્ટરો,પેરામેડિકલ સ્ટાફ,પોલીસ, મીડિયા તેમજ ઊડીને આંખે વળગે તેવા 108 દ્વારા ખૂબ જ ઉત્તમ પ્રયત્નો કરી અને વધુમાં વધુ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં 108ના મનોજ ભાવસાર અને વૈભવ ભાવસારની માનવતા વિશેષ ધ્યાન આકર્ષિત કરે તેવું છે. દેશભરમાં lock downની પરિસ્થિતિ છે, ત્યારે 108ના મનોજ અને વૈભવ ભાવસાર દ્વારા પણ 24 કલાક તેમની 108 નંબરની મોટરસાઇકલ કાર્યરત છે. લોક ડાઉનમાં પણ મનાવતાની મહેક બાપ દીકરાની જોડી દ્વારા પ્રસરાવવામાં આવી રહી છે. પોતાની 108 મોટર સાઇકલ પર ભાવસાર આજના સમયમાં લોક ડાઉનનું પાલન કરીને કોરોના યોદ્ધાઓ અને ગરીબ જનતા માટે સેવા આપી રહ્યાં છે.

અમદાવાદના 108ના કર્મચારી દ્વારા સરાહનીય કામગીરી


મનોજભાઈ દ્વારા અમદાવાદના અલગ-અલગ કોરોના પ્રભાવિત વિસ્તારો જેવા કે દરિયાપુર, શહપુર, ગોતા, રાણીપ, કાલુપુર સહિતના વિસ્તારોમાં મોટર સાઇકલ માનવતાની 108 ઉપર ફરીને ગરીબોને શાકભાજી અને ફૂડ પેક્ટ્સ કોરોનાથી બચાવ માટે માસ્કના વિતરણ સાથે સેનેટાઇઝરનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકોને કોરોનાથી બચાવવા માટે સેનેટાઇઝના સાધનો ખભે મૂકી સુરક્ષા કર્મચારીઓને પણ સેનેટાઇઝ કરી, ખરેખર આપત્તિના સમયે લોકોને સુરક્ષિત રાખવાની કોશિશ છે તે ખુબ સરાહનીય છે. મુસીબતના સમયે પણ માનવતા ખાતર મનોજભાઈ ભાવસાર દ્વારા ચલાવવામાં આવતી માનવતાની 108ની આ અમૂલ્ય સેવા દાદ માગે તેવું ઉમદા કામ છે.

અત્યાર સુધીમાં તેમણે 10,000 માસ્ક તેમ જ 5,000 શાકભાજીની કીટ ગોતા તેમ જ તેની આસપાસ આવેલા હાઉસિંગ વિસ્તારમાં ગરીબ આવાસ યોજનાઓમા વિતરણ કરી છે, તદુપરાંત હાલમાં પણ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં ૨૫ દિવસથી સતત ચાબિસ્કીટ અને ફૂડનું વિતરણ કરી રહ્યાં છે. ત્યારે સલામ છે ૧૦૮ના મનોજ તેમજ ભાવસારને. કે જેઓ પોતાના જીવના જોખમની પરવા કર્યા વગર ફક્ત જરૂરિયાતમંદોની સેવા માટે જ 24 કલાક ખડેપગે દોડી રહ્યાં છે.

Last Updated : Apr 27, 2020, 8:58 PM IST

ABOUT THE AUTHOR

...view details