અમદાવાદ : સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ લાંબા સમય સુધી જેલમાં રહેતા કેટલીક વખત માનસિક તણાવનો ભોગ બનતા હોય છે. જેના કારણે માનસિક સ્થિતિ પર અસર થાય છે. ત્યારે તેને ધ્યાનમાં રાખીને અને અન્ય કારણોથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં રેડિયો પ્રિઝનની શરૂઆત કરવામાં આવી છે.
સેન્ટ્રલ જેલમાં કેદી માટે રેડિયો પ્રિઝનનું ઉદ્ઘાટન, કેદીઓ પણ હવે રેડિયો સાંભળી શકશે ગુજરાતમા સૌ પ્રથમ વખત સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલના DGP ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા જેલ પ્રિઝનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જેલના DIG ,જેલ SP, જેલરો અને જેલના કેદીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેલમાં કેદીઓની માનસિક સ્થિતિ પર અસર ના થાય અને કેદીઓને બહાર ચાલતી ગતિવિધિ તથા સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો અંગે જાણકારી મળે તે હેતુથી જેલમાં રેડિયો પ્રિઝનની શરૂઆત કરવામાં આવી છે. જેલમાં ન્યૂઝ પેપર તો આવે છે, પરંતુ રેડિયો દ્વારા એક સાથે તમામ લોકો સુધી જાણકારી પહોંચી શકે છે. સેન્ટ્રલ જેલમાં કેદી માટે રેડિયો પ્રિઝનનું ઉદ્ઘાટન, કેદીઓ પણ હવે રેડિયો સાંભળી શકશે જેલની અંદર રેડિયો પ્રિઝન માટે સ્ટુડિયો બનાવવામાં આવ્યો છે. જેમાં રેડિયો જોકી તરીકે જેલના નક્કી કરેલા 10 કેદીઓ દ્વારા કામ કરવામાં આવશે. જેલમાં રેડિયો પ્રિઝનમાં બજારથી અનેક મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવશે. મહેમાનો દ્વારા પોટ્સના વિચારો અને નવી વાતો કેદીઓ સમક્ષ રજુ કરવામાં આવશે.આ ઉપરાંત જેલમાં ડિસ્પેન્સરીની પણ શરૂઆત કરવામાં આવી છે. જેમાં 20 જેટલા બેડ રાખવામાં આવ્યા છે. જ્યાં કેદીઓને હવે નાની બીમારી માટે રાખવામાં આવશે. જેલમાં રહેલા કેદીઓમાં અનેક આવડત પણ છે, જેને બહાર લાવવા માટે આગામી સમયમાં નવા આયોજન પણ કરવામાં આવશે.