ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર અટકાવવા કલેક્ટરનું જાહેરનામું - Collector's notification to stop the third wave of corona in Ahmedabad district

રાજ્યમાં કોરોના કેસ ઘટી રહ્યા છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા આજથી છૂટછાટ આપી છે. પરંતુ નિષણતોએ કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરી છે. જેથી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જેમાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે કયા પગલાં લઈ શકાય તેની ચર્ચા કરવામાં આવી રહી છે.

અમદાવાદ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર અટકાવવા કલેક્ટરનું જાહેરનામું
અમદાવાદ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર અટકાવવા કલેક્ટરનું જાહેરનામું

By

Published : Jun 13, 2021, 1:33 PM IST

  • અમદાવાદ જિલ્લા કલેક્ટરે કોરોનાની ત્રીજી લહેર અટકાવવા પ્રતિબદ્ધ
  • સુપર સ્પ્રેડર્સને ફરજીયાત લેવી પડશે રસી
  • 10 દિવસની અંદર કરાવેલા RT-PCR રિપોર્ટ રાખવો પડશે

અમદાવાદઃ કલેક્ટરે અમદાવાદ જિલ્લાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અમદાવાદ જિલ્લામાં તમામ સુપર સ્પ્રેડર્સનું રસીકરણ આવશ્યક કરવામાં આવ્યું છે. જો કોઈ સંબંધિત વ્યક્તિએ રસી ન લીધી હોય, તો તેને સક્ષમ અધિકારીને RT-PCRનો રિપોર્ટ બતાવવો પડશે. જે દસ દિવસની અંદર કરાવેલો હોવો જોઇશે.

અમદાવાદ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર અટકાવવા કલેક્ટરનું જાહેરનામું

આ પણ વાંચોઃડાંગ જિલ્લામાં 19 પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લા કલેક્ટરનું જાહેરનામું

કોને લાગુ પડશે નિયમો?

અમદાવાદ જિલ્લાના દુકાનદારો, ફેરિયાઓ, લારી ગલ્લાવાળા ,રિક્ષા-ટેક્ષીચાલકો, ચાની કીટલી, હેર કટિંગ સલૂન, બ્યુટીપાર્લર, હોટેલ-રેસ્ટોરન્ટ, ખાનગી સિક્યુરિટી ગાર્ડ, શોપિંગ કોમ્પ્લેક્ષના વેપારી અને છૂટક મજૂરી મેળવતા કામદારોએ ફરજીયાત રસી લેવી પડશે. જો રસી નહિ લીધી હોય અને RT-PCRનો રિપોર્ટ પણ નહીં હોય તો તેની સામે એપેડમિક ડીસીઝ એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. જો કે, રસી લીધેલી વ્યક્તિઓને આ જાહેરનામું લાગુ પડશે નહીં.

આ પણ વાંચોઃપોરબંદરમાં રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી પાન અને ચાની દુકાન-લારી બંધ રાખવા કલેક્ટરનો આદેશ

કેટલી છે જાહેરનામની અવધિ ?

જાહેરનામું બહાર પાડવાનું કારણ કોરોના સંક્રમણ ફેલાય નહીં તે મુજબનું છે. આ જાહેરનામું 12જૂનથી 11 જુલાઈ એમ એક મહિના સુધી લાગુ પડશે. આ જાહેરનામાં અંતર્ગત પોલીસ તેમજ નગરપાલિકાના સક્ષમ અધિકારીઓને કાર્યવાહી કરવા માટે સત્તા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details