ગુજરાત

gujarat

ETV Bharat / city

Cold in Gujarat 2021: શિયાળો શરૂ થતાં જ વિવિધ જ્યુસનું વધ્યું મહત્ત્વ - The importance of carrot and beet soup

રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી પડી રહી (Cold in Gujarat 2021) છે. ત્યારે શિયાળામાં વહેલી સવારે ઊઠીને ઠંડીના ચમકારા વચ્ચે કસરત કરવી જેટલી જરૂરી છે. સાથે જ શરીરને પૂરતું પોષણ આપવું એટલું જ (the importance of various juices has increased) મહત્ત્વનું છે. તો અમદાવાદમાં આવેલા વસ્ત્રાપુર લેક પાસે દરરોજ સવારે લોકો ચાલવા અને કસરત (Exercise in Vastrapur Lake) કરવા આવે છે. તે દરમિયાન અહીં લોકો ઉકાળા અને જ્યૂસનો પણ (the importance of various juices has increased) લ્હાવો લે છે.

Cold in Gujarat 2021: શિયાળો શરૂ થતાં જ વિવિધ જ્યુસનું મહત્ત્વ વધ્યું
Cold in Gujarat 2021: શિયાળો શરૂ થતાં જ વિવિધ જ્યુસનું મહત્ત્વ વધ્યું

By

Published : Dec 18, 2021, 2:56 PM IST

અમદાવાદઃ શહેરમાં કડકડતી ઠંડી પડી (Cold in Gujarat 2021) રહી છે. તેવામાં આવી આકરી ઠંડીમાં પણ લોકો વહેલી સવારે ઉઠીને કસરત કરવા જઈ રહ્યા છે. આ જ રીતે વસ્ત્રાપુર લેકમાં પણ દરરોજ વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો કસરત (Exercise in Vastrapur Lake) કરવા આવે છે. ત્યારબાદ આ તમામ લોકો ઓર્ગેનિક જ્યુસ અને સૂપનું સેવન કરે છે, જેનાથી શરીરના હાનિકારક તત્ત્વો સામે રક્ષણ મળે છે. વસ્ત્રાપુર લેક પાસે છેલ્લા 5 વર્ષથી ચાલતા સૂપ સેન્ટર પર વહેલી સવારથી લોકોની ભીડ જામે છે. એટલે કે શિયાળો આવતાં જ જ્યુસ અને ઉકાળો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર (The importance of carrot and beet soup) બને છે.

વિવિધ ફળો અને શાકભાજીમાં મહત્વના પોષક તત્ત્વ

આ પણ વાંચોઃShelter Home For Homeless: ઠંડી વધતા ઘર વિહોણાને શોધીને શેલ્ટર હોમ પહોંચાડતી ભાવનગર મનપા

રાજ્યમાં શિયાળો બરાબર જામ્યો

વસ્ત્રાપુર લેક પાસે છેલ્લા 5 વર્ષથી ચાલતા સૂપ સેન્ટર ઉપર વહેલી સવારથી (Soup Center at Vastrapur Lake) ભારે ભીડ જોવા મળે છે. અહીં પાલક, મગ, સરગવો, ગાજર, ઓરેન્જ, ટોમેટો સૂપ અને ડાયાબિટીસના દર્દીઓ માટે સ્પેશિયલ સૂપ મળે છે. સામાન્ય સંજોગોમાં શરીર જ્યારે કસરત કરે છે ત્યારે શરીરને વધુ એનર્જીની જરૂર પડે છે. તેથી જ્યૂસ અથવા સૂપનું સેવન કરવું આરોગ્ય માટે ઉત્તમ ગણાય છે. હવે કે જ્યારે શિયાળો બરાબર જામ્યો છે ત્યારે શિયાળાની સવારમાં ચાલવા જનારાની સાથે વિવિધ ટોનિક અને દવાના રૂપમાં વપરાતા ઉકાળા અને જ્યૂસની બોલબાલા હોય છે કડવું કરિયાતું, આદુ ફુદીનો, ગાજર, ટામેટા, આમળા, પાલક, બીટના વિવિધ જ્યૂસ જોગીંગ પાર્કની બહાર મળી રહે છે અને લોકો પણ એટલા જ રસથી તેમનું સેવન પણ કરે છે.

આ પણ વાંચોઃWinter Season Market : ઠંડી વધતા જ સ્વેટર માર્કેટમાં ગરમાવો આવ્યો

વિવિધ ફળો અને શાકભાજીમાં મહત્વના પોષક તત્ત્વ

ગાજર અને બીટનું સૂપ આરોગ્ય માટે ખૂબ સારું (The importance of carrot and beet soup) હોય છે. તેમાં પૂરતા પ્રમાણમાં બીટા, કેરોટિન, આયરન અને મિરરના તત્ત્વો હોય છે. જ્યારે ગાજરમાં ફોલેટ, મેગ્નેશિયમ અને કોપર જેવા પોષક તત્ત્વો હોય છે, જે આપણા શરીરની અંદરથી સફાઈ કરવાની સાથે કોશિકાઓમાં નવી ઊર્જા ભરે છે. આ સાથે પાલકનું સૂપ પણ શરીરને ડિટોક્સ કરવા ખૂબ સારું માધ્યમ છે. તો પાલકમાં પૂરતા પ્રમાણમાં આયર્ન હોય છે, જે શરીરમાં લોહીની કમીને દૂર કરે છે. પાલકની તાસીર ગરમ હોવાથી શિયાળામાં તેનું સેવન કરવું જોઈએ. આ સાથે મિક્સ વેજિટેબલ સૂપ પણ આરોગ્ય માટે એટલું જ લાભદાયક હોય છે.

ABOUT THE AUTHOR

...view details